બ્રિટનમાં સ્કૂલ ગર્લ પર રેપના દોષિતોને કુલ ૧૪૩ વર્ષની સજા

લંડન: બ્રિટનમાં ૧૩ વર્ષની શાળાની એક વિદ્યાર્થિની સાથે ૧૩ મહિના સુધી ગેંગરેપ કરવાના ૧ર આરોપીને ૧પથી ર૦ વર્ષથી વધુ એટલે કે કુલ ૧૪૩ વર્ષની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાની મૂળનાં છે. આરોપીઓની ઉંમર ૧૯થી ૬૩ વર્ષની વચ્ચેની છે. આ ચુકાદો આવવાના પગલે બ્રિટનમાં વંશીય વિવાદ અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે. કેગલીના સાંસદે એક સમુદાય પર હુમલા તરીકે આ સજાને ગણાવી હતી. જ્યારે એક મુસ્લિમ કાઉન્સિલરનું માનવું છે કે તેમના સમુદાયમાં કેટલાક લોકો આ માટે છોકરીને જવાબદાર ગણે છે.

વેસ્ટ યોર્કશાયરમાં કેગલી સેન્ટ્રલમાં ર૦૧૧-૧રમાં ૧ર લોકોએ એક શ્વેત સ્કૂલ ગર્લ પર સતત ૧૩ મહિના સુધી રેપ કર્યો હતો. કોર્ટે તમામ ૧ર આરોપીઓને પીડિતાને બ્રેડફોર્ડનું જૂનું ટાઉન, લાઇબ્રેરીનાે દાદર, અન્ડર ગ્રાઉન્ડ કાર પાર્કિંગમાં, ઓલ્ડ પોલીસ સ્ટેશન ઇમારતમાં, બર્ગીસ ફિલ્ડ પાર્કની રગ્બી કલબ ચેન્જિંગ રૂમમાં બળાત્કાર માટે દોષિત ગણાવ્યા છે. આ દોષિતોમાં નાની ઉંમરના ત્રણ ભાઇઓ પણ છે. તેમાં ૬૩ વર્ષના ટેકસી ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. જેેણે પીડિતા સાથે ટેકસી ભાડાના બદલામાં શારીરિક સંબંધ બાંધ્યાે હતાે. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે આ કેસમાં સામેલ તમામ ૧ર લોકોને કુલ ૧૪૩ વર્ષની સજા સંભળાવી છે.

You might also like