અમીત શાહ ચૂંટણી કેમ નહી લડે? શું તેમણે સંસદ સભ્ય બનવું છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રણનીતિના અનેક માર્ગ મોકળા થશે. આ ચૂંટણીમાં ભાજપના મોટા નેતા ગણાતા અમિત શાહ આ ચૂંટણીમાં નહી હોય. કેમ અમિત શાહ ચૂંટણી નહી લડે? શું છે કારણ? શું તેમણે સંસદ સભ્ય બનવું છે? આવો નજર કરીએ સમગ્ર અહેવાલ પર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. કારણકે આ ચૂંટણીના મેદાનમાં મોદી પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ નહી હોય. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ટીવી મીડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં જાહેરાત કરી હતી. રૂપાણી મારફતે રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી નહી લડવાની જાહેરાતથી એક કાંકરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ કર્યો તેવું સમજાય છે.

ચૂંટણી રસાકસીભરી બની રહેશે
ચૂંટણીના મેદાનમાં અમિત શાહ નહી હોય!
વિજય રૂપાણીએ એક ઇન્ટરવ્યુમાં કરી હતી જાહેરાત
જાહેરાતથી એક કાંકરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ

શાહે અગાઉ સંકેત આપ્યો હતો કે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ ભાજપ ચૂંટણી જંગમાં ઉતરશે.આગળનો માર્ગ મોકળો કરવાના ઇરાદે તેમણે આ સંકેત આપ્યો હોય તેવું પક્ષના આગેવાનો ગણિત ગણી રહ્યા છે. અલબત પક્ષ સામે કેટલાક મુદ્દાઓ છે . અમિત શાહ ચૂંટણી જંગમાં રહેતો પરિસ્થિતિ પર અસર પડે તેમ છે.

વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ ચૂંટણી જંગમાં ઉતરશે
પક્ષ સામે કેટલાક મુદ્દાઓ છે
શાહ ચૂંટણી જંગમાં રહેતો પરિસ્થિતિ પર અસર પડશે

આનંદીબેન પટેલ જૂથ અને અમિત શાહ જૂથ એમ બે જૂથ છે. જૂથ વચ્ચેનો ગજગ્રાહ કાર્યકરોમાં જાણીતો છે. આ જ કારણે ચૂંટણીના દોઢસો દિવસો બાકી હોવા છતાં પક્ષ SC, OBC, મહિલા અને લઘુમતિ મોરચાની રચના કરી શકયો નથી. પ્રદેશ સ્તરે સંગઠનમાં ફેરફારો કરી શકાયા નથી. એવુ કાર્યકરો કહી રહ્યા છે.

આનંદીબેન પટેલ જૂથ અમિત શાહ જૂથ છે
જૂથ વચ્ચેનો ગજગ્રાહ કાર્યકરોમાં જાણીતો છે
ચૂંટણીના દોઢસો દિવસો બાકી છે
SC, OBC, મહિલા અને લઘુમતિ મોરચાની રચના ન કરી શકયો

ભાજપનો અમુક વર્ગ એવુ પણ કહે છે કે, અમિતભાઇએ આવી જાહેરાત કરાવી અત્યારથી જ આનંદીબેનને ચૂંટણી જંગમાંથી દૂર કરાવી દીધા છે. હવે બહેન પોતાની બેઠક પરથી પોતાની પુત્રી માટે ટિકીટ માગશે. અને પક્ષ અન્ય કોઇ નિર્ણય કરે છે એ જોવાનું રહે છે.

આનંદીબેનને ચૂંટણી જંગમાંથી દૂર કરાવી દીધા
બહેન પોતાની બેઠક પરથી પોતાની પુત્રી માટે ટિકીટ માગશે

ઊંઝાના ધારાસભ્ય નારણભાઇ પટેલ, સુરત ગ્રામ્યના નરોત્તમ પટેલ જેવા ધારાસભ્યોએ અગાઉ જ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે. હજુ સુધી આનંદીબેન પટેલે કોઇ ખુલાસો કર્યો નથી. તેઓ પોતાના મતવિસ્તાર જ નહી રાજકીય ક્ષેત્રે સર્વ રીતે સક્રિયતાથી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

હવે પ્રશ્ન થાય કે,રાજનીતિમાં પૂર્ણ રીતે ધ્યાન કેદ્વીત કરી અમિત શાહ 2019 લોકસભા માટેની તૈયારી કરશે. કે રાજયસભામાં જશે કે કેમ? આવનાર સમય જ બતાવશે.

અમિત શાહ 2019 લોકસભા માટેની તૈયારી કરશે?
શું અમિત શાહ રાજયસભામાં જશે કે કેમ?

You might also like