છ મહાનગરપાલિકામાં સરેરાશ ૪૪% મતદાન

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાનું આજે ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. આજે સાંજે સરેરાશ ૪૪ ટકા મતદાન સાથે ૧૮૫૬ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું હતું. આ ચૂંટણીની મતગણતરી આગામી બુધવારે તા. ૨જી ડિસેમ્બરે થશે અને પરિણામ તા. ૨ જી ડિસેમ્બર બપોર સુધી જાહેર થઇ જશે. અમદાવાદ મહાનગરપાલિકાનું ૪૭ ટકા, રાજકોટ ૪૫ ટકા, વડોદરામાં ૩૯ ટકા, સુરતમાં ૪૨ ટકા, જામનગરમાં ૪૭ ટકા અને ભાવનગરમાં ૪૩ ટકા મતદાન થયું હતું. આજે યોજાયેલી ચૂંટણીમાં સૌ પ્રથમવાર ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ ઉપરાંત વોર્ડોના નવા સિમાંકન પછી આ પ્રથમ ચૂંટણ છે.
રાજ્યના છ શહેરોમાં આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં મતદાન કેન્દ્રો ઉપર કાગડા ઉડતા હોય તેમ ૧૦ ટકા પણ મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના જીવ તાળવે બેસી ગયા હતા.
આમ, આજે મતદારોનો ઓછો ઉત્સાહ જોવા મળતો હતો. દરમ્યાનમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મતદારોને મત આપવા માટે ઘરે ઘરેથી બહાર કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આમ બપોરે બે વાગ્યા પછી મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાઇનો જોવા મળતી હતી.
મતદાન દરમ્યાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત છ શહેરના વિવિધ મતદાન કેન્દ્રો ઉપર જોવા મળતો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સમગ્ર પોલીસ તંત્ર સજ્જ હતું. આ ઉપરાંત અનેક મતદાન કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરામાં ચહલપહલને કંડારાતી હતી. આમ કોઇપણ જાતના અનિચ્છનિય બનાવ વિના મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું.
મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં મતદારોના નામો કમી થઇ જવાની ફરિયાદો ઊઠી હતી. જેમાં જામનગરમાં ૨૦૦ મતો, અમદાવાદના અમરાઇવાડી

વિસ્તારમાં ૭૦૦, ઘાટલોડિયામાં ૩૦૦૦ જેટલા પાટીદારોના, લાંભા વોર્ડમાં ૫૦૦ મતદારોના નામો કમી થઇ જતાં મતદાન મથકો ઉપર ભારે ઉહાપોહ થયો હતો.
અમદાવાદમાં ૪૮ વોર્ડમાં ૧૯૨ બેઠકો, સુરતમાં ૨૯ વોર્ડમાં ૧૧૬ બેઠકો, રાજકોટમાં ૧૮ વોર્ડમાં ૭૨ બેઠકો, વડોદરામાં ૧૯ વોર્ડ ૭૬ બેઠકો, જામનગરમાં ૧૬ વોર્ડમાં ૬૪ બેઠકો, ભાવનગરમાં ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકો માટે આજે મતદાન યોજ્યું હતું.
બિહારમાં ભાજપના પરાજય બાદ ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીએ રાજકીય નિરીક્ષકો માટે અત્યંત મહત્વની બની રહેશે. કારણે જો આ ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટે તો રાજકીય રીતે ભાજપનો ગ્રાફ નચે ઉતરે તેમ છે. જ્યારે કોંગ્રેસન બેઠકો વધે તો પુનઃ કોંગ્રેસના સૂર્યોદયની શક્યતા છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો મોટી અસર કરશે.
રાજ્યની છ મહાનગરપાલિકાની ૫૬૮ બેઠકો માટે ૧૨૬૧૬ મતદાન મથકો ઉપર આજે મતદાન થયું હતું. જેમાં ૧૮૫૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
છ મહાનગરપાલિકામાં કુલ ૯૫૯૦૫૫૨ મતદારોનો મતાધિકાર પ્રાપ્ત થયો હતો. ઇવીએમમાં નોટાનો પણ વિકલ્પ મતદારોને આપ્યો હતો.
૨૦૧૦ની મ્યુનિ. ચૂંટણીમાં અમદાવાદમાં ૪૪.૧૨, વડોદરામાં ૪૪.૪૧, સુરતમાં ૪૨.૪૩, ભાવનગરમાં ૪૫.૨૫, જામનગરમાં ૫૦.૩૫, રાજકોટમાં ૪૧.૦૬ અને સરેરાશ ૪૩.૬૮ ટકા મતદાન થયું હતું.
પાટીદાર અનામત આંદોલનની મ્યુનિ. ચૂંટણી ઉપર આજે અસર જોવા મળતી હતી. પાટીદાર વસ્તી ધરાવતી સોસાયટીઓના મતદાન મથકો ઉપર ભાજપના ટેબલો પડ્યા જ ન હતા.

કયા પક્ષના કેટલા ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું
શહેર ભાજપ કોંગ્રેસ અન્ય અપક્ષ
અમદાવાદ ૧૯૨ ૧૯૨ ૮૫ ૧૨૧
સુરત ૧૧૫ ૧૧૫ ૯૦ ૧૧૪
વડોદરા ૭૫ ૭૫ ૨૧ ૫૫
જામનગર ૬૪ ૫૫ ૫૯ ૪૫
રાજકોટ ૭૨ ૭૨ ૭૨ ૩૦
ભાવનગર ૫૨ ૫૨ ૩૪ ૦૯
કુલ ૫૭૦ ૫૬૧ ૩૫૧ ૩૭૪
સુરત-વડોદરામાં એક-એક બેઠક બિનહરિફ

ચૂંટણી મહાકાય કવાયત
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
વોર્ડ ૪૮
સીટ ૧૯૨
મતદારો (લાખ) ૩૯.૮૪
મતદાનની ટકાવારી ૪૭
ઉમેદવારો ભાવિ સીલ ૫૮૮
મતદાન મથક ૫૩૧૬
સંવેદનશીલ મથકો ૨૩૨૨
સુરક્ષા જવાન ૧૭૦૦૦
ચૂંટણી કર્મચારી ૨૬૫૮૦
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન
વોર્ડ ૧૯
સીટ ૭૬
મતદારો (લાખ) ૧૨.૨૮
મતદાનની ટકાવારી ૪૭
ઉમેદવારો ભાવિ સીલ ૨૨૭
મતદાન મથક ૧૬૫૪
સંવેદનશીલ મથકો ૬૬૮
સુરક્ષા જવાન ૬૯૦૦
ચૂંટણી કર્મચારી ૮૨૭૦
સુરત મ્યુનિ. કોર્પોરેશન
વોર્ડ ૨૯
સીટ ૧૧૬
મતદારો (લાખ) ૨૬.૨૮
મતદાનની ટકાવારી ૪૪
ઉમેદવારો ૪૩૫
મતદાન મથક ૩૨૪૭
સંવેદનશીલ મથકો ૧૫૧૯
સુરક્ષા જવાન ૧૨૫૦૦
ચૂંટણી કર્મચારી ૧૬૨૩૧
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન
વોર્ડ ૧૮
સીટ ૭૨
મતદારો (લાખ) ૮.૮૬ મતદાનની ટકાવારી ૫૦
ઉમેદવારો ૨૪૬
મતદાન મથક ૧૧૬૮
સંવેદનશીલ મથકો ૫૭૭
સુરક્ષા જવાન હતા ૬૫૦૦
ચૂંટણી કર્મચારી હતા ૫૮૪૦
ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન
વોર્ડ ૧૩
સીટ ૫૨
મતદારો (લાખ) ૪.૫૫ મતદાનની ટકાવારી ૫૦
ઉમેદવારો ૧૪૭
મતદાન મથક ૫૬૫
સંવેદનશીલ મથકો ૧૩૨
સુરક્ષા જવાન ૪૯૦૦
ચૂંટણી કર્મચારી ૨૮૨૫
જામનગર મ્યુનિ.કોર્પોરેશન
વોર્ડ ૧૬
સીટ ૬૪
મતદારો (લાખ) ૪.૧૨
મતદાનની ટકાવારી ૪૭
ઉમેદવારો ૨૧૩
મતદાન મથક ૬૩૦
સંવેદનશીલ મથકો ૨૪
સુરક્ષા જવાન ૫૦૦૦
ચૂંટણી કર્મચારી ૩૧૫૦

You might also like