પાટીદારોએ લોલીપોપ સાથે વિરોધ અને મતદાન બંન્ને કર્યા

અમદાવાદ : મહાનગરપાલિકા ચૂંટણી હાલ ઘણા મુદ્દાઓનાં કારણે ચર્ચામાં રહી હતી. જેમાં બિહારનાં પરાજય બાદ ભાજપની નીરાશા, ઉપરાંત પાટીદાર અનામત આંદોલન જેવા વિવિધ મુદ્દાઓનાં કારણે આ ચૂંટણી ખુબ જ મહત્વની રહી હતી. જો કે પાટીદારોને યુવા સ્વાવલંબન યોજનાં મંજુર નહી હોઇ તેમણે આ યોજનાને લોલીપોપ ગણાવી હતી. તેઓએ યોજનાની જાહેરાત બાદથી જ યોજનાનો વિરોધ ચાલુ કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી બુથો પર પણ પાટીદારોએ લોલીપોપ વહેંચીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ પાટીદારોએ લોલીપોપ વહેંચીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિવિધ વિસ્તારોમાં પાટીદારોએ મતદાન મથકની અંદર પણ લોલીપોપ વહેંચી હતી. તો બીજી તરફ પાટીદારો દ્વારા કોંગ્રેસને જ મત આપવા માટેનું દબાણ કર્યું હતું.
વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવાયા હતા જેમાં કોંગ્રેસને માફ અને ભાજપને સાફ જેવા સુચક સુત્રો લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ અહીં પાટીદારોની દેશદ્રોહી પ્રજા રહેતી હોવાનાં કારણે ભાજપનાં દેશભક્ત કાર્યકરો કે નેતાઓએ મતની ભીખ માંગવા આવવી નહી જેવા બેનરો લગાવી દેવામાં આવતા ભાજપ વિમાસણભરી પરિસ્થિતીમાં મુકાઇ હતી.

You might also like