મુરલીધરનને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો

લંડનઃ શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયના મુરલીધરનને આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ અને વન ડેમાં દુનિયાનો સૌથી સફળ બોલર મુરલીધરનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં એક ઇનિંગ્સ પૂરી થયા બાદના બ્રેકમાં સન્માનિત કરાયો હતો.

આઇસીસીના જણાવ્યા અનુસાર મુરલીધરનને આર્થર મોરિસ, જ્યોર્જ લેહમેન અને કારેન રોલ્ટનની સાથે આ સન્માન આપવામાં આવ્યું. તે આ સન્માન મેળવાનારો શ્રીલંકાનો પહેલો અને કુલ મળીને ૮૩મો ખેલાડી છે. આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને તેને સન્માન તરીકે ફ્રેમ કરવામાં આવેલી કેપ આપી. મુરલીએ કહ્યું, ”આ સન્માન હાંસલ કરવા મારા માટે ગર્વની વાત છે. હું આ સન્માન બદલ આઇસીસીનો આભાર માનું છું. આ પળને હું હંમેશાં યાદ રાખીશ.”
http://sambhaavnews.com/

You might also like