બેન્કોને રૂ. ૯૫,૦૦૦ કરોડ વધુ મૂડીની જરૂરિયાત

નવી દિલ્હી: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના જણાવ્યા પ્રમાણે દેશની બેન્કોનાં ફસાયેલાં નાણાંમાં વર્ષ ૨૦૧૯ સુધીમાં વધારો થશે, જેથી જાહેર ક્ષેત્રની બેન્કો માટે લોન કારોબાર કરવામાં મુશ્કેલી ઊભી થશે.  મૂડીઝે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની બેન્કોને આગામી બે વર્ષમાં રૂ. ૯૫ હજાર કરોડની વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થશે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની બેન્કોની મૂડી ઊભી કરવાની ક્ષમતા સીમિત છે ત્યારે નાણાકીય કારોબાર વિસ્તારવા વધુ મૂડીની જરૂરિયાત ઊભી થશે.  બેન્કોની એનપીએ વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૮.૨થી ૮.૫ લાખ કરોડની સપાટીએ પહોંચી જશે, જે માર્ચ-૨૦૧૭ના અંત સુધીમાં ૭.૬૫ લાખ કરોડ રૂપિયાની સપાટીએ હતી. મૂડીઝના જણાવ્યા પ્રમાણે દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્કોને રૂ. ૭૦,૦૦૦ કરોડથી રૂ. ૯૫,૦૦૦ કરોડની વધુ જરૂરિયાત રહેશે.
http://sambhaavnews.com/

You might also like