આજે મેચ પૂરી થયા બાદ તરત કોચ મુદ્દે સચીન-સૌરવ-લક્ષ્મણની બેઠક

લંડનઃ ભારતીય ટીમ માટે નવા કોચની શોધ ઝડપી થઈ ગઈ છે. સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સચીન તેંડુલકરની કમિટી આજે શ્રીલંકા સામે મેચ પૂરી થયા બાદ તરત કોચના મુદ્દે બેઠક કરે તેવા અહેવાલો મળી રહ્યા છે. આ બેઠકમાં BCCIના સીઈઓ પણ સામેલ થઈ શકે છે. જોકે આ બેઠકમાં કોઈ પ્રકારના ઇન્ટર્વ્યૂ નહીં થાય, પરંતુ તાજેતરના સમયમાં થયેલા હોબાળા બાદ કોચ મુદ્દે આ ત્રણેય દિગ્ગજોની આ પહેલી બેઠક હશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે અનિલ કુંબલેએ ફરીથી આવેદન કર્યું છે. તેના ઉપરાંત ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ, ઓસ્ટ્રેલિયાનો ટોમ મૂડી, પાકિસ્તાનનો ભૂતપૂર્વ કોચ રિચર્ડ પાયબસ, ભારતીય ટીમનો ભૂતપૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશ પણ પોતાનું આવેદન મોકલી ચૂક્યા છે.
http://sambhaavnews.com/

You might also like