તું અહીંનો દાદા થઇ ગયો છે તેમ કહીને યુવક પર છરી વડે હુમલો

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં મૌલિક સહિત ત્રણ યુવકોએ એક યુવક પર છરી વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

ઇસનપુરમાં રહેતા શારદાબહેન નાગરભાઇ રાઠોડે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચાર યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. બે દિવસ પહેલાં ઇસનપુર રાજબાઇ ટિમ્બર માર્કેટ પાસેથી શારદાબહેનનો પુત્ર મનીષ રાઠોડ (ઉ.વ 24) પસાર થઇ રહ્યો હતો. તે સમયે મૌલિક નામનો યુવક તેના ત્રણ મિત્રો સાથે આવ્યાે હતાે. તું અહીંનો દાદાે થઇ ગયો છે તેમ કહીને ત્રણ યુવકોએ બબાલ શરૂ કરી હતી અને તેનો ઢોર માર માર્યો હતો. મનીષને છાતી અને પેટના ભાગમાં મૌલિકે ઉપરા છાપરી ચપ્પાના ધા ઝીંકી દીધા. આ ઘટનામાં મનીષ લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો ત્યારે મૌલિક સહિત ત્રણ યુવકો ઘટના સ્થળેથી નાસી છુટ્યા હતા. મનીશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇસનપુર પોલીસ મૌલિક સહિત ચાર યુવક વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like