નિજમંદિર પહોચ્યા ભગવાનના રથ, સંપન્ન થઈ ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા

અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે રવિવાર 24 જુનના રોજ ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી. જેમા જગન્નાથજી ગોવાળિયા સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે. અમદાવાદમાં રવિવારે ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળી ચુકી છે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે.

રવિવારે સવારે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવામાં આવ્યું. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે.

આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.

LIVE

(7:57 PM) નિજમંદિર પહોચ્યા ભગવાનના રથ
ભક્તોને દર્શન આપી મંદિર પરત ફર્યા ભગવાન
શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ભગવાન જગન્નાથની રથયાત્રા
લાખોની સંખ્યામાં નગરજનોએ રાથયાત્રા નિહાળી
જય રણછોડ માખણચોરના નાદથી વચ્ચે યોજાઈ રથયાત્રા

(7:40:21 PM) નિજ મંદિર પહોચ્યા ટ્રક અને ગજરાજ, થોડી ક્ષણોમાં ભગવાન પહોંચશે

(7:13:57 PM) ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા
ઘી કાંટા પહોંચી રથયાત્રા
માણેક ચોક થયો હળવો વરસાદ​​​​​​​

(7:01:34 PM) નિજમંદિર પહોચ્યા ભગવાનના રથ
ભક્તોને દર્શન આપી મંદિર પરત ફર્યા ભગવાન
શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ભગવાન જગન્નાથની રથયાત્રા
લાખોની સંખ્યામાં નગરજનોએ રાથયાત્રા નિહાળી
જય રણછોડ માખણચોરના નાદથી વચ્ચે યોજાઈ રથયાત્રા

(6:41:37 PM) અમદાવાદ: ભગવાન જગન્નાથની 140 મી રથયાત્રા
ગજરાજની સવારી નિજ મંદિર પહોંચીૉ

(4:34:31 PM) અમદાવાદ: ભગવાનના રથ દરિયાપુર પહોંચ્યા
રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

(2:55:40 PM) ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દરિયાપુર પહોંચ્યા

(2:47:59 PM) અમદાવાદ: દરિયાપુર તંબુ ચોકી ખાતે ગજરાજ પહોંચ્યા
નગરચર્યાએ નીકળેલ જગન્નાથના દર્શન માટે લોકોની ભારે ભીડ

(1:35:49 PM) મામાના ઘરેથી ભગવાનના રથ નીજ મંદિર જવા રવાના

(1:29:50 PM) મામેરાની વિધી પૂર્ણ
દર્શન અને પ્રસાદ માટે લોકોની ભારે ભીડ જામી

(1:20:55 PM) પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે દરિયાપુરની મુલાકાત લીધી
દરિયાપુરમાં સુરક્ષાની કરી સમિક્ષા

(12:59:24 PM)
ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા
રથયાત્રામાં ભજનમંડળીનું આગવું મહત્વ
18 જેટલી ભજન મંડળીએ લીધો ભાગ
ભજન મંડળીમાં ભારે ઉત્સાહ
ભક્તિમય બન્યું વાતાવારણ
ભક્તો બન્યા આકર્ષણનું કેન્દ્ર
શરીર પર બનાવ્યા અવનવા ટેટુ

(12:59:09 PM)
ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા
રાજકીય નેતાઓએ કર્યા દર્શન
અમિત શાહ લીધો મંગળા આરતીનો લ્હાવો
મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ
નીતિન પટેલે પણ કરી પહિંદવિધિ
રાજ્યનો વિકાસ ઝડપી બને તેવી કરી પ્રાર્થના
જનતાને સુખ-સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના

(12:56:42 PM) ભગવાન ,ભાઈ બલભદ્ર અને બહેનને આભૂષણો, કપડાની પહેરામણી કરાઈ

(12:54:06 PM) ભગવાન ને અર્પણ થઈ રહ્યુ છે મામેરુ

(12:53:30 PM) સરસપુરમાં ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાના રથનું આગમન
લોકોએ જગન્નાથ અને બહેન સુભદ્રાને જયઘોષ સાથે વધાવ્યા

(12:43:54 PM) સરસપુર ચારરસ્તા પરથી રથના દર્શન શરૂ
જન મેદનીએ જગન્નાથના જયઘોષ સાથે ભગવાનને વધાવ્યા
(12:43:54 PM) સરસપુર ચારરસ્તા પરથી રથના દર્શન શરૂ
જન મેદનીએ જગન્નાથના જયઘોષ સાથે ભગવાનને વધાવ્યા

(12:41:10 PM) રથ સરસપુર પહોંચ્યા

(12:34:04 PM) સરસપુરમાં ભગવાનનું મામેરૂ ભરાશે
ભગવાનને રત્નજડિત આભૂષણો અર્પણ કરાશે
બહેન સુભદ્રાને ચુની, બંગડી, ચાંદીની પાયલ અર્પણ કરાશે
રાજશ્રીબેન જોષી અને દિનાનાથ પરિવાર દ્વારા મામેરૂ ભરાશે
સરસપુરમાં ભક્તો પ્રસાદનો લાભ લેશે
સરસપુરમાં ભગવાન જગન્નાથ વિશ્રામ કરશે

(12:21:05 PM) ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, સરસપુરમાં થશે સામૈયું

(12:03:01 PM) થોડીવારમાં સરસપુર પહોચશે ભગવાન જગન્નાથજીનો રથ

(11:57:36 AM)
મન કી બાતમાં જગન્નાથ યાત્રાનો ઉલ્લેખ
ભગવાન જગન્નાથ ગરીબોના દેવતાઃ PM
યાત્રાના અવસરે દેશવાસીઓને આપી શુભકામના

(11:56:01 AM) રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે જમણવાર શરૂ
સરસપુરની પોળોમાં ભક્તો માટે જમણવારની વ્યવસ્થા કરાઈ

(11:54:29 AM) અખાડીયનો સરસપુર પહોંચ્યા
સરસપુરમા ગજરાજ માટે પણ ખાસ વ્યવસ્થા
ગજરાજને 40 કીલો ઘાસ અને પાણીની વ્યવસ્થા કરાઈ

(11:35:35 AM) ભગવાન જગન્નાથનો રથ રાયપુર ચકલા પહોંચ્યો, ગજરાજ સરસપુર પહોંચ્યા

(11:16:35 AM) PM મોદીએ અષાઢી બીજ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી

(11:11:22 AM) જય રણછોડ માખણચોરના નાદ સાથે સરસપુર ગૂંજી ઉઠ્યું

(10:49:37 AM) ભગવાન જગન્નાથના ત્રણેય રથ AMCથી પસાર થયા

(10:49:16 AM) ભગવાન જગન્નાથની રથયાત્રા ઢાળની પોળથી આગળ પહોંચી

(10:30:40 AM) ભગવાન જગન્નાથનો રથ AMC પહોંચ્યો, ગજરાજ સરસપુર પહોંચ્યા, અખાડા રાયપુર ચકલા પહોંચ્યા

(9:59:22 AM) ગજરાજ કાલુપુર બ્રીજ પહોંચ્યા

(9:51:06 AM) સરસપુરમાં રણછોડરાયજી મંદિર બહાર મામેરું દર્શન માટે મુકાયું

(9:45:53 AM) રથયાત્રાના સ્વાગત માટે સરસપુરમાં કેમ્પ શરૂ કરાયા
ઠંડાપીણા, સરબત, લીંબુપાણીની વ્યવસ્થા કરાઈ

(9:35:08 AM) દિલીપદાસજી મહારાજ AMC પહોંચ્યા, મેયર સહિય અન્ય નેતાઓએ કર્યું સ્વાગત

(9:28:08 AM) મહાકાલી ધામ તરફથી દર વર્ષે સામૈયું કરાય છે

(9:22:25 AM) સરસપુર રણછોડ મંદિર ખાતે ભગવાન જગન્નાથનું સામૈયું કરાયું

(9:18:08 AM) તાજિયા કમિટી દ્વારા દિલીપદાસજી મહારાજનું સન્માન કરાયું

(9:10:13 AM) પરેશ રાવલ, શંકરભાઈ ચૌધરી, મેયર સહિત અન્ય નેતાઓ ભગવાન જગન્નાથનું સ્વાગત કરવા AMC પહોંચ્યા

(9:07:13 AM)  અખાડીયનોના કરતબોથી ભક્તો મંત્રમુગ્ધ

(9:01:13 AM) ગજરાજ ચકલેશ્વર મહાદેવ પહોંચ્યા

(8:32:13 AM) વિવિધ વિસ્તારોમાં મુસ્લીમો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

(8:07:13 AM) મેયર સહિત કોર્પોરેટર્સ રથયાત્રાનું સ્વાગત કરવા AMC પહોંચ્યા
શહેરના પ્રથમ નાગરિક મેયર ત્રણેય રથોનું પૂજન કરશે

(8:05:19 AM) અમદાવાદ-
શણગારેલા ગજરાજો AMC પહોંચ્યા
૧૯ ગજરાજ AMC પહોંચ્યા

(7:43:49 AM) સરસપુરમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડે મોર્ચો સંભાળ્યો
સરસપુર ખાતે રથયાત્રાના સમગ્ર રૂટ પર ચેકિંગ હાથ ધર્યુ
સરસપુરમાં રથયાત્રામાં રહેલા તમામ ટ્રકોનુ ચેકિંગ કરાશે
સરસપુરમાંથી રથયાત્રા રવાના થયા બાદ પણ સ્કવોડ તૈનાત રહેશે

CMએ પહિંદવીધી બાદ રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

પહેલીવાર બે વ્યક્તિ દ્વારા ભગવાન જગન્નાથની પહિંદવીધી કરવામાં આવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પહિંદવીધી કરી

ભગવાન જગન્નાથની સવારે 7 કલાકે પહિંદવીધી કરવામાં આવી

પાટા ખોલ્યા બાદ ભગવાન જગન્નાથને રથમાં બીરાજમાન કરવામાં આવ્યા

વીધીવત રીતે આંખો પરથી પાટા ખોલી દેવામાં આવ્યા

મંગળા આરતીમાં અમિત શાહ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા

સવારે 4 કલાકે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી

અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપવા નીજમંદિરે પહોંચ્યા

આ રથયાત્રામાં 19 હાથી, 30 અખાડા અને 101 ટ્રકો જોડાશે

આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે

ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા

કેવી છે સુરક્ષા વ્યવસ્થા?

6IG, DIG, 36SP, 80 ACP ખડેપગે

222 PI, 728 PSI, 20 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

65 પેરામિલેટ્રી ફોર્સ, RAF, SRP RPFનો ચુસ્ત બંદોબસ્ત

300થી વધુ પોલીસ વાહનો અને 2 નેત્ર, ડોગ સ્કવોડ, 3BDDS ટીમ

CCTV દ્વારા સતત રથયાત્રાનું મોનિટરીંગ

પ્રથમ વખત રથયાત્રામાં NSG કમાન્ડોની ટીમ તૈનાત

You might also like