કાશ્મીરના અલગાવવાદીઓને આઠ વર્ષમાં પાક.થી કરોડો રૂપિયા મળ્યા

નવી દિલ્હી: આઠ વર્ષમા અનેક બોગસ કારોબારી કંપનીઓના નામે પાકિસ્તાનથી કાશ્મીરના અલગાવવાદીઓને કરોડો રૂપિયા મળ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. જેમાં હવાલા દ્વારા દિલ્હીના કેટલાક કારોબારીઓ સંકળાયા હોવાનું બહાર આવ્યું છે. અલગાવવાદીઓને મળેલી આ રકમનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો છે. આ અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઈ કાલે કાશ્મીરના ત્રણ અલગાવવાદી નેતાની પૂછપરછ કરી હતી.

એનઆઈએએ આ ત્રણેય નેતાનાં બેન્ક ખાતાં અને મિલકતને લગતા કાગળો અને અન્ય પુરાવાની પણ તપાસ કરી છે. જેમાં પ્રાથમિક પૂછપરછમાં કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ માટે આપવામાં આવતાં ફંડિંગ અંગેની કેટલીક મહત્વની માહિતી મળી છે. આ દરમિયાન હુર્રિયત કોન્ફરન્સના ફારૂક ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, નઈમ ખાન અને તહરિક એ હુર્રિયતના જાવેદ અહેમદ બાબા ઉર્ફે ગાઝીને પુછપરછ માટે એનઆઈએની કચેરીએ બોલાવવામા આવ્યા હતા.

જેમાં ડારને બેન્ક અને મિલકતને લગતા કેટલાક પુરાવા અને અન્ય કાગળો લાવવા જણાવાયું હતું. એનઆઈએ દ્વારા હાલ આ ત્રણેયને સાથે બેસાડી પૂછપરછ કરવામા આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like