એલ એન્ડ ટીએ ૧૪૦૦૦ કર્મચારીને છુટા કરી દીધા

મુંબઈઃ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ છટણી કરી તેના ૧૪૦૦૦ કર્મચારીને કંપનીમાંથી છુટા કરી દીધા છે. આ આંકડાે કંપનીના કુલ વર્ક ફોર્સના ૧૧.૨ ટકા બરોબર છે. કંપનીએ બિઝનેસમાં આવેલી મંદીના કારણે તેણે કંપનીના કાર્યક્ષેત્રને યોગ્ય લેવલ પર લાવવા આવું પગલું ભર્યું છે તેમ જણાવ્યું છે.

કંપનીએ વધુમાં જણાવ્યું છે કે ગ્રૂપમાં ડિજિટલાઈજેશનના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ ફાજલ પડ્યા હતા. તેથી કંપનીએ આવું પગલું ભરવાની ફરજ પડી છે. એલ અેન્ડ ટીના મુખ્ય ફાઈનાન્શિયલ અધિકારી(સીએફઓ) આર શંકર રમણે જણાવ્યું કે કંપની તેના અનેક બિઝનેસમાં સ્ટાફની સંખ્યા યોગ્ય લેવલે લાવવા અનેક પગલાં લેવામાં આવ્યાં છે. અમે ડિજિટલાઈજેશન અને ઉત્પાદન વધારવાના હેતુથી જે ઉપાય અજમાવ્યા હતા તેનાથી અનેક કર્મચારીઓની અમને જરૂરિયાત ન હતી. તેથી સપ્ટેમ્બરમાં પૂરા થતા છ માસિક હિસાબમાં કંપનીએ ૧૪૦૦૦ કર્મચારીને છુટા કરવા નિર્ણય કર્યો છે.

કંપનીનાં મેનેજમેન્ટનું અનુમાન છે કે આગામી મહિનામાં કંપની માટે આર્થિક બાબતે થોડો પડકાર રહેશે. જોકે તેમ છતાં સરકારી આેર્ડરમાં તેજી આવતાં ખાનગી સેકટરની સુસ્તીની ભરપાઈ થઈ શકશે. તેમણે જણાવ્યું કે આવી છટણી એક પ્રકારે ભૂલ સુધારા માટેનું અભિયાન છે. અને તેને આગામી દિવસોમાં સારાં પરિણામ માટે આશાવાદી માનવામાં આવી રહી છે.
visit : www.sambhaavnews.com

You might also like