કલકત્તામાં એક જ મુસ્લિમ પરિવારના 14 સભ્યોએ હિંદુ ધર્મ અપનાવ્યો

પશ્ચિમ બંગાળમાં એક જ પરિવારના 14 મુસ્લિમોએ હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હિંદુ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં એક જ મુસ્લિમ પરિવારના 14 સભ્યોએ હિંદુધર્મ અપનાવી લીધો છે.

આ ઘટનાની જાણ થતા જ પત્રકારો કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. પત્રકારો આ પરિવાર સાથે વાત કરવા માગતા હતા, પરંતુ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે હિંદુ સંમતિ સંગઠને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુસ્લિમ પરિવારના 14 લોકોએ ધર્માંતરણ કરી લીધું હતું અને હિંદુ બની ગયા હતા.

પત્રકારોએ આરોપ લગાવતા કહ્યું છે કે, કેટલાક સંગઠનોએ તેમને મુસ્લિમ પરિવાર સાથે વાત કરવા દીધી ન હતી. આ સંગઠનના લોકોએ પત્રકારો સાથે મારપીટ કરી હતી અને તેમનો સામાન પણ તોડી નાખ્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. આ મામલે ફરિયાદ થયા બાદ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સંગઠનના પ્રમુખ તપન ઘોષ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

You might also like