૧૪થી ૨૦ જાન્યુઆરી દરમિયાન UAEમાં આઠ દેશની ટી-૨૦ ટૂર્નામેન્ટ

અબુધાબીઃ દુબઈ અને અબુધાબીમાં ૧૪થી ૨૦ જાન્યુઆરી દરમિયાન આઠ દેશની ડેઝર્ટ ટી-૨૦ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું છે કે આઇસીસીના આઠ એસોસિયેટ સભ્ય દેશ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. યજમાન યુએઈ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, ઓમાન, સ્કોટલેન્ડ, હોંગકોંગ અને નામિબિયાની ટીમ ભાગ લેશે. નામિબિયા સિવાય બાકીની બધી ટીમને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આ પહેલાં પાપુઆ ન્યૂ ગિની આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની હતી, પરંતુ તેણે ઇનકાર કરી દીધા બાદ નામિબિયાની ટીમને આ ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી છે.

ટૂર્નામેન્ટની આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચી દેવાઈ છે. ગ્રૂપ-એમાં યજમાન યુએઈ ઉપરાંત અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને નામિબિયા સામેલ છે. ગ્રૂપ-બીમાં હોંગકોંગ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ્સ અને ઓમાનની ટીમ સામેલ છે. બંને ગ્રૂપમાં બધી ટીમ એકબીજા સામે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપમાં ટોચની જે બે ટીમ રહેશે તે ૨૦ જાન્યુઆરીએ દુબઈમાં રમાનાર સેમિફાઇનલ મુકાબલામાં ટકરાશે. ૨૦ જાન્યુઆરીએ જ ટૂર્નામેન્ટની ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆતની આઠ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ – અબુધાબીમાં રમાશે. ગ્રૂપ સ્ટેજની બાકીની ચાર મેચ, સેમિફાઇનલ અને ફાઇનલ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટનું મુખ્ય લક્ષ્ય એસોસિયેટ ટીમો વચ્ચે વધુ મેચ કરાવવાનું છે. બધી
ટીમ આઇસીસી ટી-૨૦ ટીમ રેન્કિંગમાં ઘણી નજીક છે.

home

You might also like