પટના-ઇંદોર એકસપ્રેસ પાટા પરથી ઉતરી, 125ના મોત, 100થી વધુ ઘાયલ

પટના : ઇંદોર-પટના એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનાગ્રસ્ત થઇ છે. ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. કાનપુર પાસેના પોખરાયામાં બનેલ આ દૂર્ઘટનામાં 100ના મોત થયા છે તેમજ 100થી વધારે ઘાયલ થયા છે. રેલવે મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. દૂર્ઘટના બાદ સ્થાનિક તેમજ પોલીસ દ્વારા તત્કાળ રાહત કામગીરી હાથ ધરાઇ છે. જ્યારે બીજી તરફ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે મદદ માટે પહોંચી ગઇ છે. ટ્રેન નંબર 19321 નંબરની ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

આ ટ્રેન ઇન્દોરથી પટના જઇ રહી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાય. રેલવે રાજ્ય મંત્રી મનોજ સિંહા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. ગૃહપ્રધાન રાજનાથસિંહે દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. યાત્રીઓની મદદ માટે રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઝાંસી-05101072, ઓરઇ-051621072, કાનપુર – 05121072, પોખરાયા – 05113270239. આ દૂર્ઘટનાના કારણે ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવે છે જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરાઇ છે. રદ્દ કરાયેલ ટ્રેનમાં મહત્વની ઝાંસી-લખનઉ ઇન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે ઝાંસી-કાનપુર ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે દૂર્ઠના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

You might also like