એસઅારપી જવાન પર દારૂડિયાઓએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ગભરાટ

અમદાવાદ: દારૂની હેરાફેરી માટે ચર્ચાસ્પદ શામળાજી ચેકપોસ્ટ પર પોલીસ અને ગુનેગારો વચ્ચે અવારનવાર અથડામણ થાય છે. ગઈરાતે પણ કેટલાક દારૂડિયાઓએ નશામાં બેફામ બની ફરજ પરના એસઅારપી જવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ગભરાટની લાગણી જન્મી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે ગઈ રાતે ૧૨ વાગ્યાના સુમારે એસઅારપીના એક જવાન શામળાજી ચેકપોસ્ટ પર ફરજ પર હતા ત્યારે નશામાં ચકચૂર એક બાઈકચાલક ત્યાંથી પસાર થતાં એસઅારપીના જવાને તેને રોક્યો હતો. બાઈકચાલકે નાસી જવાનું પ્રયત્ન કર્યો હતો પરંતુ જવાને તેના બાઈકમાંથી ચાવી ખેંચી લેતા ઉશ્કેરાયેલા અા શખસ અને ઘટનાસ્થળે પહોંચી ગયેલા તેના મળતિયાઓએ એસઅારપી જવાનને માર મારી તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં અા જવાનને હાથના અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલીક પહોંચી જઈ નાસી છૂટેલા ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like