સરકારનો આદેશ માત્ર કાગળ પર : શાળાઓની લૂંટ હજી પણ ચાલુ

અમદાવાદ : વડોદરામાં ખાનગી શાળા સંચાલકો દ્વારા મનમાની કરીને ફી લેવામાં આવે છે અને લાખો રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ખાનગી શાળાઓના સંચાલકોએ વાલીઓને લૂંટવામાં સહેજ પણ કચાશ છોડી નથી ત્યારે વડોદરામાં વાલીઓએ આ મામલે પગલાં ભરવાની માંગ કરી છે.

ખાનગી શાળાના સંચાલકોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન, ફોર્મ ફી, એડમિશન ફી, લેબ ફી, ફેસ્ટિવલ ચાર્જ, કમ્પ્યુટર લેબ ફીનાં નામે વાલીઓ પાસેથી અઢળક નાણાં લઇ ચુક્યા છે. માત્ર ફોર્મ કે પ્રોસ્પેક્ટ્સ ફીના નામે રૂ.100થી માંડી 200 સુધી લેવામાં આવી રહી છે.

જયારે એડમિશન ફીનાં નામે રૂ.2000થી લઈને 65,000 સુધીની ફી લેવામાં આવી રહી છે. આ સામે વાલીઓ એકઠા થયા છે અને આ મામલે DEOને રજૂઆત કરીને પગલાં લેવાની માંગ કરી છે. વાલીઓએ વધુ ફી મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી છે. વાલીઓએ સરકાર સામે તેમજ સંચાલકો સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને પગલાં ભરવાની માંગ કરી હતી.

You might also like