યાદવને મૃત્યુદંડની માંગ કરતી અરજી ફગાવાઈ

નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સનસનાટીપૂર્ણ નિતિશ કટારા હત્યા કેસમાં અપરાધી જાહેર કરવામાં આવેલા વિકાસ અને વિશાલ યાદવને મૃત્યુદંડની સજાની માંગ કરતી દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દીધી હતી.
અરજી અંગે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે માને છે કે ૩૦ વર્ષની યાદવને આપવામાં આવેલી સજા યોગ્ય દેખાતી નથી આને વધુ વધારવાની જરૃર છે. ગયા મહિને સુપ્રીમ કોર્ટે નિતિશની માતા નિલમ કટારા દ્વારા દાખળ કરવામાં આવેલી આવી જ અરજીને ફગાવી દીધી હતી.
નિલમ કટારા માને છે કે વર્ષ ૨૦૦૨માં તેના પુત્રની હત્યા અસામાન્ય ગુનાઓ પૈકી એક તરીકે છે. આ વર્ષે છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે દિલ્હી હાઈકોર્ટે વિકાસ અને તેના કઝીન વિશાલને આજીવન

કારાવાસની સજાને કોઈપણ રાહત વગર ૨૫ વર્ષ કરી દીધી હતી. પુરાવાઓના નાશ કરવા બદલ વધુ પાંચ વર્ષની સજા પણ ફટકારાઈ હતી.
કોર્ટે ઠેરવ્યું હતું કે, વિકાસની બહેન ભારતી સાથે પ્રેમ પ્રકરણના કારણે કટારાની હત્યા કરાઈ હતી. ઓનર કિલીંગના મામલા તરીકે આને જોવામાં આવે છે. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે રાત્રે વિકાસ અને વિશાલે મળીને નિતિશ કટારાની ઘાતકી હત્યા કરી દીધી હતી, કારણકે આ પરિવારને નિતિશ કટારા સાથે ભારતીના સંબંધો પસંદ નહતા.

You might also like