લો કૂતરાનું અપહરણ કરીને માંગી 10 લાખ રૂપિયાની ખંડણી!

નવી દિલ્લી: બાળકોનું અપહરણ કરીને ખંડણી પેટે પૈસા માંગવાની ઘટનાઓ અવારનવાર આપણા સાંભળવામાં આવે છે. પરંતુ હવે એક નવો મામલો સામે આવ્યો છે કે કોઈએ કૂતરાને ઉઠાવી જઈ ખંડણી પેટે 10 લાખ રૂપિયા માંગ્યા છે. આ મામલો આયર્લેન્ડનો છે. આ ઘટના સામે આવ્યા પછી લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા કે આખરે કૂતરાને કિડનેપ કોઈ કેવી રીતે કરી શકે. કિડનેપિંગ પછી તેને છોડવા માટે ખંડણી પણ માંગ કરવામાં આવી.

આયર્લેન્ડના જોય બ્રોચેરટનો હાઉસ પેટ એટલે કે તેમનો પાલતું કૂતરો 7 ડિસેમ્બરથી ગુમ હતો. તેમણે એને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેનો કોઈ અત્તોપત્તો નહોતો. ત્યાર પછી તેમણે કૂતરાને શોધી લાવનારાને 3.5 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી. તેમ છતાં કૂતરો ન મળ્યો.

પછી એક દિવસે અચાનક જ તેમના પર એક વ્યક્તિનો ફોન આવ્યો અને કૂતરો છોડી મૂકવા માટે તેમની પાસે 13000 બ્રિટિશ પાઉન્ડ એટલે કે આશરે 10 લાખ રૂપિયાની માંગણી કરી. ફોન કરનારા શખ્શે કહ્યું કે જો પૈસા નહિ મળે તો એ કૂતરાને ઝાડપ લટકાવીને ફાંસી આપવામાં આવશે.

પરિવારે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓ પર એક ફોન આવ્યો છે. ફોન કરનારા શખ્શે તેમના ફિન નામના કૂતરાને છોડી મૂકવા માટે 13000 જીબીપી માંગ્યા છે. અને પૈસા નહિ આપવામાં આવે તો તે કૂતરાને જાનથી મારી નાંખવામાં આવશે એવી ધમકી આપી છે. પરંતુ તેઓ એટલા પૈસા નથી આપી શકતા.

You might also like