દિલ્હીમાં ૧૩ વર્ષની કિશોરી પર નરાધમે બળાત્કાર ગુજાર્યો

નવી દિલ્હી: દિલ્હીમાં એક ૧૩ વર્ષની કિશોરી પર તેની પડોશમાં રહેતા કિશોરે બળાત્કાર ગુજાર્યા બાદ તેને દક્ષિણ-પૂર્વ દિલ્હીના પુલ પ્રહલાદપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. હાલ તેને એમ્સમાં દાખલ કરવામાં આવી છે.જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
આ અંગે સંયુકત પોલીસ વડા આર.પી.ઉપાધ્યાયે જણાવ્યું કે આરોપીની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે. તેની ઉંમરની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતા પુલ પ્રહલાદપુર નજીકના એક ગામમાં તેનાં મામી સાથે રહે છે. તે ગત 17 મી મેના રોજથી લાપતા હતી. તેની તપાસ કરવા છતાં તે મળી ન હતી. બીજે દિવસે તે બેભાન હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. ત્યારબાદ આસપાસના લોકોએ તેને એમ્સમાં દાખલ કરાવી હતી.
હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે તપાસ કરતાં તેના પર બળાત્કાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે વિવિધ કલમ અને પોકસો હેઠળ કેસ દાખલ કર્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કિશોરી છેલ્લે આ આવારા કિશોર સાથે જોવા મળી હતી. ઘટના બાદ દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષાં સ્વાતિ માલીવાલે એમ્સમાં સારવાર લઈ રહેલી કિશોરીની મુલાકાત લીધી હતી. આરોપીને પકડતાં અેક સપ્તાહનો સમય લાગ્યો હતો. કારણ પીડિતા નિવેદન આપી શકે તેમ નહતી.

You might also like