પાકિસ્તાનીની સુરક્ષા ચોકી પર હુમલો, મુઠભેડમાં 13 આતંકવાદી ઠાર

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ગુરૂવારે સવારે એક બ્લાસ્ટ થયો હતો. અહીં લગાવવામાં આવેલા એક આઇઇડીમાં વિસ્ફોટ થતાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ત્યાં સુરક્ષાબળો સાથે મુઠભેડમાં એક ડઝનથી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા.

એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે કુર્રમમાં મંગારો ચોકી પર અફઘાનિસ્તાનથી આવેલા 50થી વધુ વિદ્રોહીને વહેલી સવારે હુમલો કર્યો હતો. સુરક્ષાબળોએ હુમલા વિરૂદ્ધ કાર્યવાહી કરતાં ભારે ગોળીબારી કરી જેમાં 12 હુમલાવરોના મોત નિપજ્યાં અને બાકીના હુમલાવર અફઘાનિસ્તાન તરફ નાસી ગયા હતા.

રેડિયો પાકિસ્તાને હુમલાની પુષ્ટિ કરી અને સમાચાર આપ્યા હતા કે સુરક્ષાબળોએ શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની 2,250 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બંને તરફથી આતંકવાદીઓ નિયમિત રીતે એકબીજા પર હુમલો કરતા રહે છે અને ત્યારબાદ સીમા પાર કરીને પરત ફરી જાય છે.

આ હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત કુર્ર્મ જિલ્લાના બુધુ સમર બાગ વિસ્તારમાં થયો. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અહીં હાજર સુરક્ષા તપાસ ચોકી પાસે જ આઇઇડી લગાવવામાં આવ્યો હતો.

જેમાં સવારન સમયે શક્તિશાળી વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં સુરક્ષા તપાસ ચોકી પર તૈનાત પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્યાંથી પગપાળા જઇ રહેલા યાત્રીને પણ ઇજા પહોંચી હતી.

અકસ્માત બાદ પોલીસ અને સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લીધો. અવર જવરના દરેક માર્ગો પર નાકાબંધી ગોઠવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

You might also like