વડાપ્રધાન મોદી પહોંચ્યા લંડન : એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડન પહોંચી ગયા છે. જ્યાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ તેમનું સ્વાગત કર્યું હતું. મોદીનાં સ્વાગત માટે મુળ ભારતીય સાંસદ પ્રિતિ પટેલ પણ હાજર રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીનું મોટા ભાગનાં દેશોમાં રેડકાર્પેટ પર સ્વાગત કરવામાં આવે છે. જો કે બ્રિટનમાં રેડ કાર્પેટ પર સ્વાગત નહી કરવામાં આવતા મુદ્દો વિવાદિત બને તેવી શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદીની બ્રિટન યાત્રા દરમિયાન સંભવિત વિરોધને ખાળવા માટે પોલીસે કડક પગલા ભર્યા છે. તમામ વિરોધીઓને શાંત રહેવા માટે સ્થાનિક પોલીસ દ્વારા સુચના આપી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ગુરૂવારથી ત્રીદિવસીય યાત્રા પર રવાનાં થયા હતા. રવાનાં થયા પહેલા વડાપ્રધાને કહ્યું કે તેમની આ યાત્રાથી બંન્ને દેશોનાં સંબંધોવધારે મજબુત થશે. ભારતમાં રોકાણ પણ વધશે. વડાપ્રધાન ડેવિડ કેમરૂને વડાપ્રધાન મોદીની આ યાત્રાને અસાધારણ જણાવી હતી. કેમરૂને કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીની આ યાત્રાની આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનો મોદીએ જો ભારતમાં કર્યું છે તેનાં કારણે તે ખુબ જ ઉત્સાહીત છે. કેમરૂને કહ્યું કે ભારતની સાથે માત્ર આર્થિક સંબંધોની ઉજવણી નથી કરવા પરંતુ બંન્ને મહાન દેશોની વચ્ચે ગહન આધુનિક ભાગીદારીનું નિર્માણ કરવાનું છે.
આ ત્રીદિવસીય યાત્રામાં વડાપ્રધાન ખુબ જ વ્યસ્ત રહેશે. જેની શરૂઆત તે પોતાનાં બ્રિટીશસમકક્ષ ડેવિડ કેમરૂન સાથે ચર્ચા કરશે. ત્યાર બાદ તેઓ વિદેશ અને રાષ્ટ્રમંડળ કાર્યાલય (એફસીઓ)માં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરશે. હાઉસિઝ ઓફ પાર્લામેન્ટ અને લંડનનાં વ્યાવસાયિક કેન્દ્રનાં ગિલ્ડહોલનાં સમાચાર બાદ પાર્લામેન્ટ સ્કાયવોરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલી પણ અર્પીત કરશે.
મોદીની કેમરૂન સાથે મંત્રણા બ્રિટીશ વડાપ્રધાનનાં બકિંધશારયનાં ગ્રામીણ નિવાસ ચેકર્સ ખાતે થશે. શુક્રવારે મોદી સીઇઓની સાથે ગોલમેજ વાતચીત માટેલંડન પરત ફરશે. આ મંત્રણામાં રોલ્સ રોયસ અને વોડાફોન સહિત બ્રિટનની મુખ્ય કંપનીઓનાં પ્રતિનિધિઓ ભાગ લેશે.
તેમની યાત્રામાં રેડ એરોજ રોયલ એરફોર્સની એયરોબોટિક ટીમ દ્વારા ખાસ પ્રકારે ત્રિરંગા ફ્લાઇપોસ્ટનાં આયોજનની આશા છે. જે શુક્રવારે વડાપ્રધાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયની સાથે ભોજન પહેલા યોજાશે. તે અગાઉ વડાપ્રધાન મોદી ઉત્તર લંડનનાં વેમ્બલે સ્ટેડિમમાં ભારતીયોને સંબોધશે.

You might also like