૧૫ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી FDIને મંજૂરી

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચુંટણીમાં કારમી હાર ખાધા બાદ નરેન્દ્ર મોદી સરકારે આજે રેલવે, કન્સ્ટ્રક્શન, ઈન્સ્યોરન્સ,પેન્શન, ડિફેન્સ સહિત ૧૫ સેક્ટરોમાં ઓટોમેટિક રુટ મારફતે એફડીઆઈને મંજુરી આપી દીધી હતી. આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બિહાર વિધાનસભાની ચુંટણીમાં કારમી હાર ખાધા બાદ મોદી સરકાર હવે ખૂબ ઝડપથી સુધારાના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. મોદી સરકારે વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે વિવિધ પગલા લીધા છે. સાથે-સાથે રેલવે, મેડિકલના સાધનો, વીમા, પેન્શન, કન્સ્ટ્રક્શન અને ડિફેન્સ સહિત જુદા-જુદા સેક્ટરોમાં એફડીઆઈ ધારા-ધોરણને હળવા કરવાના
પ્રયાસો હાથ ધર્યા છે. એપ્રિલ-જુન ત્રિમાસિક ગાળામાં ભારતને ૧૯.૩૯ અબજ ડોલરનું વિદેશી મૂડીરોકાણ મળી ચુક્યું છે. સરકારી આંકડામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. ગયા વર્ષે જે વિદેશી રોકાણ મળ્યું હતું તેની સરખામણીમાં ૨૯.૫ ટકા વધુ વિદેશી મૂડીરોકાણ મળ્યું છે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે, બિહાર ચુંટણીમાં હારની આર્થિક સુધારા પ્રક્રિયા ઉપર કોઈ અસર થશે નહીં. તેમણે એમપણ કહ્યું હતું કે, સરકાર આર્થિક સુધારાઓની ગતિને વધુ ઝડપી બનાવશે. સાથે-સાથે કારોબારી પગલા પણ લેશે. બજેટમાં જે પગલાની જાહેરાત કરવામાં આવી હતી તે તમામ પગલા લેવામાં આવશે. આ ઉપરાંત આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજુ કરતીવેળા વધુ સુધારા પગલાની જાહેરાત કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલના મુદ્દે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, બિહાર રાજ્ય દ્વારા જીએસટીને ટેકો આપવામાં આવી ચુક્યો છે. જેટલીએ એમપણ કહ્યું છે કે, બિહાર વિધાનસભાની ચુંટણીમાં હારથી અર્થતંત્ર ઉપર કોઈ ફટકો પડનાર છે. તેઓ સાફ શબ્દોમાં કહી ચુક્યા છે કે જો નિતિશકુમારના નેતૃત્વમાં બિહાર વિકાસ કરશે અને આગળ વધશે તો તેનાથી દેશને પણ સીધો ફાયદો થશે. જુદા-જુદા રાજ્યોમાં વિકાસને લઈને તેમની પોતાની ગણતરીઓ છે. બ્રિટેનની મોદીની યાત્રા પહેલાં સરકાર દ્વારા આજે પોલીસી ફેરફાર નિર્ણયની જાહેરાત કરાઈ હતી. વિદેશી સીધા મૂડીરોકાણ માટેના નિયમોને સરળ કરવામાં આવ્યા છે. ૧૫ સેક્ટરોને મોટી રાહત અપાઈ છે. આ ઉપરાંત ટીટેનિયમના મિનરલર અલગ કરવાની બાબતના નિયમ પણ હળવા કરાયા છે. વડાપ્રધાન બ્રિટેન અને તુર્કીની યાત્રાએ રવાના થઈ રહ્યા છે, જ્યાં તેઓ જી-૨૦ નેતાઓની બેઠકમાં

હાજરી આપનાર છે. પોલીસી ફેરફારથી મોદીએ સંકેત આપી દીધો છે કે તેમની સરકારનો મતલબ માત્ર બિઝનેસ છે. બિહાર વિધાનસભાની ચુંટણીમાં હારથી કોઈ ફરક પડશે નહીં. કેબિનેટમાંથી એફડીઆઈ મંજુરી લેવાની બાબતની પ્રક્રિયા ઘટાડવામાં આવી છે. હવે એફઆઈપીબી દ્વારા પાંચ હજાર કરોડ સુધીની દરખાસ્તોને એફઆઈપીબી દ્વારા સીધી રીતે મંજુરી અપાશે. સરકારની મંજુરી લેવાની જરૂર પડશે નહીં. અગાઉ આ મર્યાદા ૩ હજાર કરોડ રૂપિયાની હતી.

You might also like