કોહીનૂર હીરાને પરત લાવવાની ઉઠેલી માંગ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટેન યાત્રા દરમિયાન ફરી એકવાર ૮૦૦ વર્ષ જુના વિશ્વના સૌથી મોટા હીરા કોહીનૂરને પરત લાવવાની માંગ ઉઠવા પામી છે. ૧૦ કેરેટના કોહીનૂર હીરાનો કબ્જો હાલમાં તત્કાલિન બ્રિટીશ શાસન દરમિયાન ક્વીન એલિઝાબેથને આપવામાં આવ્યા બાદ તેમના કબ્જામાં હતો. આ હીરો મહારાણીના તાજમાં મુકવામાં આવ્યો હતો. તેની પ્રતિકૃતિ લંડન ટાવરમાં મુકવામાં આવી છે. જાણીતા કોહિનૂર હીરાને ભારત લાવવાની આશા જાગી છે. ભારતીય ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓની એક લોબી કોહિનૂર હીરાને ભારત લાવવાની માંગ કરી રહી છે. એલિઝાબેથને કાયદાકીય પડકાર આપવાની તૈયારી ચાલી રહી છે. આશરે ૮૦૦ વર્ષ પહેલાં ૧૦૫ કેરેટના આ હીરાને ભારતની ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશની એક ખાણથી કાઢવામાં આવેલો કોહિનૂર ૭૨૦ કેરેટનો હતો. મુગલ શાસક અલાઉદ્દીન ખિલજીના જનરલ માલિક કાફુરે આને જીત્યો હતો અને વર્ષોથી આ કોહીનૂર ખિલજી વંશના ખજાનામાં હતો. મોગલ શાસક બાહરની પાસે પહોંચ્યા બાદ મોગલની સાથે વર્ષો સુધી તે રહ્યો હતો. ત્યારબાદ મહારાજ રણજીતસિંહ પાસે પહોંચ્યો હતો. છેવટે તત્કાલિન બ્રિટીશ મહારાણીને તે સોંપવામાં આવ્યો હતો.

You might also like