નીતીશ ૩૬ સભ્યોની સાથે ર૦મીએ સીએમના શપથ લેશે

પટણા : મહાગઠબંધનના નેતા નીતીશકુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ છઠ્ઠ પર્વ બાદ લેશે. જે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં મનાવવામાં આવે છે. એવું જાણવા મળે છે કે, ર૦મી નવેમ્બરના રોજ તેઓ અને તેની ૩૬ સભ્યોની કેબિનેટના સભ્યો હાદ્દો અને ગુપ્તતાના શપથ લેશે.જેડીયુના એક નેતાના જણાવ્યા પ્રમાણે નીતીશકુમાર સાથે ૩૬ સભ્યોની કેબિનેટ છઠ્ઠ પર્વ બાદ ર૦મી નવેમ્બરે શપથગ્રહણ કરશે.
છઠ્ઠ બિહારનો સૌથી લોકપ્રિય તહેવાર છે. મહાગઠબંધનના નેતાઓના જણાવ્યા પ્રમાણે નીતીશની કેબિનેટમાં લાલુપ્રસાદના રાજદના ૧૬, જેડીયુના ૧પ અને કોંગ્રેસના પાંચ પ્રધાનો હશે.અત્રે એ નોંધનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં રાજદ ૮૦ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે. તે પછી જેડીયુને ૭૧ અને કોંગ્રેસને ર૭ બેઠકો મળી છે. લાલુનો પુત્ર તેજસ્વી નાયબ મુખ્યમંત્રી બને તેવી પૂરેપૂરી શકયતા છે.

મહાગઠબંધનના ઘટક પક્ષોથી જીતીને આવેલા ધારાસભ્યોને દિવાળી બાદ પટણા બોલાવાયા છે અને તેઓની ઔપચારિક બેઠક બાદ જ આગળની પ્રક્રિયા બાદ જ કામ શરૂ થશે. અલગ-અલગ ઘટક પક્ષોના ધારાસભ્યોની બેઠક બાદ નીતીશના વડપણમાં મહાગઠબંધનના ધારાસભ્યોની એક સંયુકત બેઠક મળશે. તેમાં નીતીશને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે, વર્તમાન વિધાનસભાની બેઠક ર૯મી નવેમ્બર સુધીની છે. નીતીશ ગાંધી મેદાનમાં શપથ લેશે.
બિહારમાં મહાગઠબંધનનાં ભવ્ય વિજયમાં મુસ્લિમોની મહત્ત્વની ભૂમિકાને ધ્યાને લેતા આરજેડીના સિનિયર નેતા અબ્દુલ બારી સિદ્ીકીને નાયબ મુખ્યમંત્રી બનવાના સંજોગો ઊભા થયા છે. ધર્મ નિરપક્ષે મોર્ચાના જે ૩૩ ઉમેદવારો સફળ થયા છે તેમાં ર૩ મુસ્લિમો છે.
બારી માટે હજુ કોઇ લાલુપ્રસાદ યાદવે નિર્દેશ આપ્યો નથી પણ આ હોદા માટે અગાઉ પણ તેઓનું નામ ચમકી ચુક્યુંં છે. ર૦૦પમાં પણ રામ વિલાસ પાસવાને શ્રી બારીના નામની વિચારણા કરી હતી અને બારી પણ ઘણી વાર પોતાનો દાવો રજૂ કરી ચુકયા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમા ર૪ મુસ્લિમ ઉમદવારોએ જીત મેળવી છે આર.જે.ડી.એ ૧૬ને ટિકિટ આપી હતી. જેમાંથી ૧ર જીત્યા છે તો કોંગ્રેસ ૬, જેડીયુ પ, અને સીપીએમના એક ઉમેદવાર જીત્યા છે.

You might also like