યુએસ ફંડની મિનિટ્સ જાહેર થયા બાદ સોનામાં મજબૂતાઈ

અમદાવાદ: યુએસ રિઝર્વની માર્ચની મધ્યમાં મળેલી બેઠકની મિનિટ્સ જાહેર કરાઇ છે, જેમાં હાલ વ્યાજદરમાં વધારો કરવા સંબંધી ચેતવણીના સૂરો વ્યક્ત કરતી વિગતો બહાર આવતાં સોનામાં મજબૂતાઇનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ૦.૨૫ ટકાના સુધારે ૧૨૨૫ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૨૨૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સલામત રોકાણ તરીકે રોકાણકારોની માગમાં વધારો થયો છે, જેના પગલે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં સોનાના ભાવમાં મજબૂત સુધારો નોંધાયો છે. એક બાજુ ચીનમાં મંદી જેવો માહોલ તો બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા હાલ વ્યાજના દરમાં વધારો નહીં કરવાના આવેલા સંકેતો પાછળ સોનામાં સુધારા તરફી ચાલ જોવા મળી છે. દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વે મિનિટ્સ જાહેર કર્યા બાદ ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી.

You might also like