મહેબૂબા મુફતી ચોથી એપ્રિલે જમ્મુ કાશ્મીરના CM તરીકે શપથ લેશે

શ્રીનગર: જમ્મુ કાશ્મીર રાજ્યમાં ૧૩મી અને દેશના પહેલા મુખ્ય પ્રધાન તરીકે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફતી ચોથી એપ્રિલને સોમવારના રોજ ગોપનીયતાના શપથ લઇ પદ ગ્રહણ કરશે. જોકે આમ તો શપથ ગ્રહણની તિથિ જાહેર કરાઇ નથી પરંતુ પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.મુફતી મહંમદ સઇદના રાજકીય સલાહકાર રહેલા અમિતાભ મટ્ટુએ આ વાતનો ખુલાસો કર્યો છે. આ સમારોહમાં ભાજપના વેંંકૈયા નાયડુ હાજર રહેશે.

મટ્ટુએ આશા વ્યક્ત કરી છે કે પ૬ વર્ષીય મહેબૂબા રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિનો એક નવો યુગ શરૂ કરાશે. આ દરમિયાન પીડીપી અને તેમના સહયોગી ગઠબંધન ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે કે તેમણે રાજ્યના રાજ્યપાલ અને એન વોહરાને શપથ ગ્રહણ સમારોહ માટે નક્કી કરેલી તારીખની જાણકારી આપી દીધી છે. તેમણે કહ્યું બંને પક્ષના આગેવાનોની વચ્ચે વિચાર વિર્મશ કર્યા પછી નવી કેબિનેટના શપથ ગ્રહણની તારીખ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેબૂબાને પીડીપીના નેતા તરીકે ચૂંટયા પછીના બે દિવસ પછી પીડીપી ભાજપે ર૬ માર્ચે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.  ગયા વર્ષની પહેલી માર્ચથી આ વર્ષની સાત જાન્યુઆરી સુધીનાં ૧૦ મહિના પીડીપી ભાજપની સહયોગી સરકારની આગેવાની કરનારે તેમના પિતાના અવસાન બાદ આ ગઠબંધનવાળી સરકારને મુખ્યપ્રધાનના રૂપમાં કાર્યભાર સંભાળવા અનિચ્છા દર્શાવી હતી. તે કેન્દ્ર સરકાર પાસેથી એ વાતનું આશ્વાસન ઇચ્છતી હતી કે ગયા વર્ષે બન્ને પાર્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિર્ણયને અમલમાં મૂકે.

મહેબૂબા જમ્મુ કાશ્મીર માટે વધુ સવવડો માગતા હતા. જેને લઇ રર માર્ચે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ રાજ્ય સરકાર પર બે મહિનાથી ચાલતી મુશ્કેલીઓ દૂર થઇ હતી.

You might also like