અમેરિકનોના હાથમાં હોય ભારતમાં બનેલો મોબાઇલ: સચીનનું સ્વપ્ન

નવી દિલ્હી: ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી ગણાતા સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, મારું સ્વપ્ન છે કે, અમેરિકનોના હાથમાં ભારતમાં બનેલો મોબાઇલ ફોન સેટ હોય. તેણે કહ્યું કે, વૈશ્વિક સ્તરની બનવા ઇચ્છતી ઘરઆંગણાની કંપનીઓને પોતે દિલ દઇને સમર્થન આપી રહ્યો છે.

તેંડુલકરે આજે એક કંપનીના સ્માર્ટફોન લોચિંગ સમયે ઉપરોક્ત વાત કરી હતી. તેંડુલકરે કહ્યું કે, અત્યારે હું જીવનની બીજી ઈનિંગ રમી રહ્યો છું. પહેલા ક્રિકેટના મેદાનમાં રમતો હતી બીજી ઇનિંગમાં ઊગતા ઉદ્યોગપતિઓ સાથેની આ રમત છે. મારા માટે એ ઘણું મહત્વનું છે કે, સ્માર્ટફોનના ઉત્પાદનની પાછળ તેના પરનાં લખાણ, ડિઝાઇન અને એન્જિનિયરિંગમાં ભારત અગ્રેસર બને.

You might also like