ઉત્તર કોરિયાએ પરમાણુ હુમલાની અમેરિકાને આપી ધમકી

ઉત્તર કોરિયાએ એક વાર ફરી અમેરિકાને ધમકી આપી છે. આ વખતે ઉત્તર કોરિયાએ ‘લાસ્ટ ચાન્સ’ નામના રેડિયો દ્વારા અમેરિકાને ચેતવણી આપી છે. વીડિયોમાં અમેરિકાને જણાવ્યું છે કે જો અમેરિકા એક ઇંચ જેટલું આગળ વધશે તો ઉત્તર કોરિયા હવે પરમાણુ હુમલો કરશે. ચાર મિનીટના આ વિડીયોમાં ઉત્તર કોરિયાએ એક સબમરીન લોન્ચ દ્વારા બેલેસ્ટિક મિસાઇલને બતાવામાં આવી છે. જેના દ્વારા વોશિંગ્ટનને બરબાદ કરવાની ધમકી આપવામાં આવી છે. વિડીયોની શરૂઆતમાં જ અમેરિકા અને કોરિયા વચ્ચેના સંબંધોનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે, અંતમાં વોશિંગ્ટનના લિંકન મેમોરીયલની સામે ન્યૂક્લિયર મિસાઇલ પડતી બતાવામાં આવી છે.

વિડીયોમાં વોશિંગ્ટન પર મિસાઇલ હુમલા બાદ કોરીયન ભાષામાં અમેરિકાને ધમકી આપવામાં આવી છે કે જો તેઓ એક ઇંચ પણ આગળ આવ્યાં છે તો અમે પરમાણુ હુમલો કરીશું. એટલું જ નહીં ઉત્તર કોરિયાએ તેની દક્ષિણ સરહદ પર અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસક્રમ અંગે નારાજગી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે તમામ પ્રતિબંધ હોવા છતાં ઉત્તર કોરિયાએ જાન્યુઆરીમાં હાઇડ્રોજન બોમ્બનો ટેસ્ટ કર્યો હતો. ત્યારબાદ ઘણી ટૂંકા અને લાંબા અંતરની મિસાઇલોનો ટેસ્ટ કરી ચૂક્યું છે. ઉત્તર કોરિયા અમેરિકાની સાથે-સાથે દક્ષિણ કોરિયા પર હુમલાની ધમકી આપી ચૂક્યું છે.

You might also like