અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની પત્નીની નગ્ન તસવીરોનો બેફામ ઉપયોગ

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈને રિપબ્લિકન પાર્ટીમાં ઉમેદવારી હાંસલ કરવા માટે રાજકારણ અાટલી હદે નીચું જશે તેવી કોઈને કલ્પના સુદ્ધાં ન હતી. રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી હાંસલ કરવાની રેસમાં અાગળ ચાલી રહેલા બંને ઉમેદવારોની પત્નીઅોને અપમાનિત કરવાનું શરૂ થઈ ગયું છે. ટેડ ક્રૂઝના સમર્થકોઅે ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મલેનિયા ટ્રમ્પની નગ્ન તસવીરોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

અાને લઈને ટ્રમ્પ ખૂબ જ નારાજ છે. બીજી બાજુ ટ્રમ્પ વિરોધી કેમ્પેઇનમાં બ્રિટનના જીક્યુ મેગેઝિનના ૨૦૦૦ના અેક ફોટોશૂટનો પણ ઉપયોગ કરવામાં અાવ્યો છે. તેમાં પૂર્વ મોડલ મલેનિયા ટ્રમ્પની ન્યૂડ તસવીરો છે. ટ્રમ્પ વિરોધીઅોઅે લખ્યું છે કે મળો મલેનિયા ટ્રમ્પને અા છે અાપની ફર્સ્ટ લેડી. અા તસવીર જોઈને તમે હવે ટેડ ક્રૂઝને સમર્થન કરી શકો છો.

અા તસવીરના ઉપયોગથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારે રોષે ભરાયા છે. ત્યારબાદ તેમણે ટ્વિટર પર ટેડ ક્રૂઝની પત્નીની એક તસવીર પોસ્ટ કરી છે અને તેમાં લખ્યું છે કે ટેડ ક્રૂઝે મલેનિયાની જીક્યુની એક તસવીરનો ઉપયોગ કર્યો છે. તેનું અેક એડ માટે શૂટિંગ કરાયું હતું. ટેડ સાવધાન રહેજો નહીંતર હું પણ તમારી પત્નીની તમામ ખાનગી વાતો ઉઘાડી પાડી દઈશ.
ગોલ્ડમેન સાશની એક્ઝિક્યુટિવ અને ક્રૂઝની પત્નીની તસવીરો જાહેર કરવા બાબતે ટેક્સાસના ગવર્નર અને રિપબ્લિકન પક્ષના એક હરીફ ટેડ ક્રૂઝે સોશિયલ મીડિયા પર તેનો જવાબ અાપતાં જણાવ્યું હતું કે અાપની પત્નીની તસવીરનો અમે પર્દાફાશ કર્યો નથી. ટ્રમ્પ જો તમે મારી પત્ની પર એટેક કરવાની કોશિશ કરશો તો હું તમને જેટલો સમજતો હતો તેના કરતાં તમે વધુ કાયર પુરવાર થયા છો.

ક્રૂઝની પત્ની હાડીઅે પણ પોતાનો બચાવ કર્યો છે. હાડીઅે જણાવ્યું છે કે ટ્રમ્પ જે કાંઈ પણ કરે છે તેને સત્ય સાથે કોઈ નિસ્બત નથી એટલે અાપણે પરેશાન થવાની જરૂર નથી. અા કેમ્પેનમાં મારી પાસે એક જ કામ છે. ક્રૂઝને જીતાડવાનું અને મને લાગે છે કે અા દુનિયાનું સૌથી સરળ કામ છે. ક્રૂઝે જણાવ્યું હતું કે મારી પત્ની ટ્રમ્પની ધમકીથી બિલકુલ ડરવાની નથી.

You might also like