બે કાર સામસામે ટકરાતાં બે મહિલાઓનાં મોત

અમદાવાદ: રાજકોટ-ગોંડલ રોડ પર ભુણાવા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે રાજકોટ-ગોંડલ રોડ પર ભુણાવા અને બિ‌િલયારા ગામ વચ્ચે બપોરના સુમારે બે કાર સામસામે જોરદાર ધડાકા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં કા‌િમનીબહેન ઠક્કર સહિત બે મહિલાના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે હરજીભાઇ હીરાભાઇ પટેલ અને મનોજભાઇ ઠક્કરને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કારનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

You might also like