૧૨,૦૦૦ વર્ષ જૂનાં સિંહબાળ સાઈબિરિયામાં મળી અાવ્યાં

સાઈબેરિયાના સાખા રિપલ્બિકમાંથી નૃવંશશાસ્ત્રીઓને લગભગ ૧૨,૦૦૦ વર્ષ જૂના સાચવીને રાખવામાં અાવેલા ગુફામાં રહેતાં સિંહબાળના જીવાશ્મિ મળી અાવ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અા સિંહ જાતિ હવે લુપ્ત થઈ ચૂકી છે. પ્રાગૈતિહાસિક સિંહબાળોની ડિસ્કવરી હજી ગયા મહિને જ થઈ છે. અા પ્રાણીઓ અાપણી સાદી બિલાડીની સાઈઝનાં જ હોવાં જોઈએ. એમ છતાં એના ફર, કાન, સોફ્ટ ટિશ્યુઝ અને દાંત પરથી એ હિંસબાળ જ હોય એવું લાગે છે. વર્ષોથી યુયાન્દિના નામની બરફાચ્છાદિત નદીના અા વિસ્તારમાં અચાનક જ ગરમી પુષ્કળ પડવાથી પીગળી રહેતા બરફની વચ્ચે એક સ્થાનિક વર્કરને બરફમાં કોઈક દબાયેલું હોય એવો ભાસ થયો હતો. એ જગ્યાને ખોદતાં અા બે બાળપ્રાણીઓ મળ્યાં હતાં.

You might also like