૧૨ વર્ષથી ફક્ત સાડી પહેરે છે ભારતનો ‘સાડી મેન’ હિમાંશુ વર્મા

નવી દિલ્હી: ખુદને ‘સાડી મેન’ કહેનારો હિમાંશુ વર્મા છેલ્લાં ૧૨ વર્ષથી સાડી પહેરી રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે ભારતની રાજધાની દિલ્હીમાં સાડી ફેસ્ટિવલનું અાયોજન કરે છે. દિલ્હીમાં રહેનાર હિમાંશુ વર્મા રેડ અર્થ નામની સંસ્થાના સ્થાપક છે. અા સંસ્થા ભારતીય સાૈંદર્ય સાથે જોડાયેલી વસ્તુઅો પર કામ કરે છે અને તેનું પ્રદર્શન પણ કરે છે.

હિમાંશુ કહે છે કે સાડી અને ધોતી બંનેમાં પ્લિટસ હોય છે અને મને બંનેમાં વધુ ફર્ક દેખાતો નથી. તેથી મેં સાડી પહેરવાનું નક્કી કર્યું. હિમાંશુના પિતા અેક બિઝનેસમેન છે અને માતા રિટાયર્ડ બેંક કર્મચારી છે. હિમાંશુઅે પહેલી સાડી પોતાની માતાની પહેરી હતી અને તેનાં માતા પિતાને અામાં કોઈ પરેશાની નથી.

તે કહે છે કે છેલ્લાં ૧૨ વર્ષમાં ભાગ્યે જ કોઈ એવું મળ્યું હશે જે મારી પર હસ્યું ન હોય. જો તેઅો હસે છે પણ મને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. હું સાડી પહેરીને ખુશ થાઉં છું. હિમાંશુ મોટે ભાગે સાડી જ પહેરે છે. વર્ષમાં માત્ર એકાદ બે વાર જિન્સ અને ટી શર્ટ પહેરે છે. સાડીઅો ઉપરાંત તે ધોતી અને કુરતું પાયજામાે પણ પહેરે છે.

૧૨ વર્ષ પહેલાં હિમાંશુ ચમકીલી સાડીઅો પહેરતો હતો અને ખુદને સાડી મેન કહેતો હતો. તેના જણાવ્યા મુજબ સાડી સ્ત્રી પુરુષ બંને પહેરી શકે છે. હિમાંશુને સાડી પહેરવી ગમે છે પરંતુ તે કોઈ પણ વ્યક્તિને સાડી પહેરવાનું કહેતો નથી. કેમ કે સાડી પહેરવી તેની પર્સનલ ઇચ્છા છે.

અાજ કાલ હિમાંશુને કર્ણાટકની ‘ઇનકલ’ સાડીઅો વધુ પસંદ પડી રહી છે. હિમાંશુનો નારો છે ‘જય સાડી સાડીનો ઉત્સવ’ ચાલતો રહે. હિમાંશુ હવે સાડી ફેસ્ટિવલ મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈમાં પણ કરાવશે. ૩૫ વર્ષના હિમાંશુઅે હજુ સુધી લગ્ન કર્યાં નથી.

You might also like