ધો.૧રની વિદ્યાર્થિની પર સાઈટ એન્જિનિયરે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: સરખેજ વિસ્તારમાં રહેતી ધો.૧રની વિદ્યાર્થિની પર તેના જ ફલેટમાં સાઈટ અ‌ેન્જિનિયર તરીકે કામ કરતા યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. એન્જિનિયરે યુવતીને લલચાવી-ફોસલાવી ફલેટના દસમા માળે આવેલ રૂમમાં લઇ જઇ તેના પર બળજબરીથી બળાત્કાર ગુજારી જો કોઇને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની માતાને આ અંગેની જાણ થતાં તેઓએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી એન્જિનિયરની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સરખેજ વિસ્તારમાં આવેલા એક ફલેટમાં મૂળ કેરાલાનો પરિવાર રહે છે. પરિવારમાં એક યુવતીને તેનાં માતા-પિતા અને ભાઇ છે. યુવતી ધો.૧રમાં અભ્યાસ કરે છે. યુુવતીના ફલેટમાં જ હુસેનઅલી નામનો યુવક સાઇટ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ફલેેટમાં જ નોકરી કરતો હોવાથી યુવતી અને તેનાં પરિવારજનો તેને ઓળખતાં હતાં.
ગત તા.૪ જૂનના રોજ યુવતી ઘરે હતી ત્યારે હુસેનઅલી યુવતીને લલચાવી-ફોસલાવીને દસમા માળે આવેલ ૧૦૦૩ નંબરના ફલેટમાં લઇ ગયો હતો અને બાદમાં યુવતી સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર ગુજાર્યા બાદ હુસેનઅલીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીના કારણે યુવતી અને તેનાં પરિવારજનો ગભરાઇ ગયાં હતાં. બાદમાં ગઇ કાલે યુવતીની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી હુસેનઅલીની ધરપકડ કરી છે.

સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે આરોપી સાઇટ પર જ કામ કરતો હોવાથી યુવતીને ઓળખતો હતો અને લલચાવી-ફોસલાવી તેને ફલેટમાં લઇ જઇ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like