યુપીઃ કાનપુરમાં પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યાં, કોઇ જાનહાનિ નહીં

હાવડાથી નવી દિલ્લી જઇ રહેલી પૂર્વા એક્સપ્રેસ (અપ, 12303) શુક્રવારે મોડી રાત્રે અંદાજે એક વાગ્યાની આસપાસ કાનપુરથી નજીક 12 કિલોમીટર દૂર રૂમા ગામમાં દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ.

એક મળતાં અહેવાલ મુજબ ટ્રેન બે ભાગમાં અલગ થઇ ગયા બાદ પાટા પરથી ખડી પડી. સૂત્રોને મળતી માહિતી મુજબ 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં જેમાં 8 એસી કોચ અને પેન્ટ્રીકાર છે. જો કે દૂર્ઘટના બાદ હાલમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશથી ચલાવામાં આવી રહ્યું છે.

ગત મોડી રાત્રે બનેલી દૂર્ઘટના બાદ જિલાઅધિકારી, એસએસપી, 30 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને રાહત બચાવ કામગીરી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને કાશીરામ ટ્રોમા સેન્ટર અને હેલટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. પૂર્વા એક્સપ્રેસ હાવડાથી દિલ્હી જઇ રહી હતી.

પૂર્વા એક્સપ્રેસમાં 900 યાત્રીઓ મુસાફરી કરી રહ્યાં જેમને સ્પેશિયલ ટ્રેન દ્વારા કાનપુરથી દિલ્હી મોકલવામાં આવી રહ્યાં છે. જ્યારે દૂર્ઘટનાના કારણે આ રૂટ પર ચાલનારી 11 ટ્રેનોને આજરોજ માટે રદ્દ કરી દેવામાં આવી છે.

You might also like