‘એમટીવી રોડીઝ એક્સ-૪’ના ૧૨ ક્રૂ મેમ્બર્સ દુર્ઘટનામાં ઘાયલ

દાર્જિલિંગ: અાગામી સ્ટંટ રિયાલિટી ટીવી શો ‘એમટીવી રોડીઝ એક્સ-૪’ની પ્રોડક્શન ટીમના ૧૨ સભ્યો શૂટિંગ માટે જતી વખતે પેસોક વ્યૂપાેઇન્ટમાં એક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ ગયા. અા ઘટનામાં ક્રૂ મેમ્બર્સના ત્રણ સભ્યો ખૂબ જ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા છે તો એક સભ્યની હાલત અત્યંત ગંભીર છે. બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા, ટીવી પ્રેઝન્ટેટર રણવિજયસિંહ અને અભિનેતા કરણ કુંદ્રા અા કાર્યક્રમના નિર્ણાયક છે.

તેમણે પોતાના ચાહકો અને શુભચિંતકોને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના કરવા કહ્યું છે. ધૂપિયાઅે ‌િટ્વટર પર લખ્યું છે કે બધું જ કન્ટ્રોલમાં છે અને અમારા ચાહકો ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે. તેણે ‌િટ્વટ કર્યું કે ખૂબ જ દુઃખદ બાબત છે કે એમટીવી રોડીઝના કેટલાક ક્રૂ મેમ્બર્સ સાથે ભયંકર ઘટના બની ગઈ. તમે ચિંતા વ્યક્ત કરી તે માટે તમારો ધન્યવાદ. કૃપા કરીને બધાં ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરજો.

ણવિજયસિંહે ‌િટ્વટર પર લખ્યું કે તમારી દુઅાઅો માટે તમારો અાભાર. અમે બધાં ઘાયલ થયેલા અમારા ભાઈઅો માટે પ્રાર્થના કરી રહ્યાં છે. મહેરબાની કરીને તેઅો ઝડપથી સાજા થાય તેવી દુઅા કરજો. કુંદ્રાઅે ‌િટ્વટ કર્યું છે કે તમારા પ્રેમ અને ચિંતા માટે અાભાર, તેમાંથી કેટલાક સુરક્ષિત છે અને કેટલાક નથી, તેમના માટે પ્રાર્થના કરજો.

You might also like