ધંધુકા-બગોદરા હાઇવે પર એસ.ટી બસ ખાડામાં ખાબકતા 12 ઘાયલ અને 1 બાળકીનું મોત

અમદાવાદઃ જિલ્લાનાં ધંધુકા-બગોદરા હાઈ-વે પર અકસ્માત થયો હોવાંની એક ઘટના સામે આવી છે. હાઇ-વે પર આવેલ ગુંદી ફાટક નજીક આ સ્લીપર એસ.ટી કોચ બસે પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી ભાવનગર જતી બસ એકાએક પલ્ટી ખાઇ ગઇ હતી.

પલ્ટી થયેલી આ બસ રોડ પાસે આવેલ 15 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી ગઇ હતી. આ ઘટનામાં અનેક મુસાફરોને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાં 12 જેટલાં લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

જેમાં એક બે વર્ષની નાની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટનાસ્થળેથી આ બાળકીનો મૃતદેહ પણ બહાર કઢાયો છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

4 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

5 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

5 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

5 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

5 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

7 hours ago