પાકિસ્તાને ભારતની બે બોટ સહિત 12 માછીમારોને બંદક બનાવ્યા

પાકિસ્તાને ગુરૂવારે સમુદ્રી સીમા પર બે બોટ સાથે તેમાં સવાર 12 માછીમારોને બંદક બનાવ્યા છે. ગત એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના બની છે. પાકિસ્તાન મરીને અરબ સાગરના જખ્ખો તટની પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા પાસે માછીમારોને પકડ્યા હતા. નેશનલ ફિશવર્કર્સ ફોરમના સચિવ મનીષ લોઢાએ જણાવ્યું હતું કે એક બોટ ઓખાની અને બીજી બોટ પોરબંદરની હતી. આ બંને બોટો માછલી પકડવા માટે ચાર-પાંચ દિવસ પહેલા સમુદ્રમાં ગઇ હતી. છેલ્લાં કેટલાય સમયથી પાકિસ્તાન તરફથી ભારતીય માછીમારોને પકડીને તેમને બંદક બનાવવાની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાનના એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 88 ભારતીય માછીમારોને જેલમાં મોકલી દીધા છે. તેમની પાકિસ્તાનના જળક્ષેત્રમાંથી માછલી પકડવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે.  માત્ર ત્રણ મહિનામાં 242 માછીમારોને પાકિસ્તાને બંદક બનાવી જેલભેગા કરી દીધા છે.

You might also like