શ્રીલંકાઇ નેવીએ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી

કોલંબો: શ્રીલંકાની સમુદ્રીસીમામાં માછલી પકડવાના આરોપમાં શ્રીલંકાની નેવીએ લગભગ 12 માછીમારોની ધરપકડ કરી છે. નેવીએ તેમના ઉપકરણો જપ્ત કરી લીધા છે.

શ્રીલંકાઇ નેવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત રાત્રે ઉત્તર પશ્વિમ તલીમન્નારમાં શ્રીલંકાની સમુદ્રીસીમામાં માછલી પકડવાના આરોપમાં તમિલનાડુના આ માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. નેવીના અનુસાર ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને આગળની કાર્યવાહી માટે મત્સ્ય તથા જળ સંસાધન વિભાગના અધિકારીઓ સુપુર્દ કરી દેવામાં આવ્યા છે.

રામેશ્વરમમાં મત્સ્ય વિભાગના સહાયક નિર્દેશક ગોપીનાથે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા માછીમારો કચ્ચાતીવૂ દ્રીપ પાસે માછલી પકડી રહ્યાં હતા. આ દ્રીપને ભારતે 1974માં શ્રીલંકાને આપી દીધો હતો.

વિભાગ સહાયક નિર્દેશક ગોપીનાથના અનુસાર શ્રીલંકાઇ નૌસેનાએ ભારતીય માછીમારોની બે હોડીઓને પણ જપ્ત કરી લીધી છે. હવે તેમના વિરૂદ્ધ ત્યાંના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

You might also like