ગુજરાતના અનેક ભાગોમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી થયું હતું. આજે રાજ્યના જે ભાગોમાં તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું તેમાં અમરેલી, કંડલા એરપોર્ટ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓએ લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું હતું અને લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો.

હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી ઓછા તાપમાન માટે અથવા તો કોલ્ડવેવ માટેની જારી કરવામાં આવી નથી પરંતુ તાપમાનમાં ઘટાડો નોધાશે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, દેશના ઘણા ભાગોમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષાની સાથે સાથે વરસાદ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી પણ કરેલી છે. પ્રદેશ ઉપર નિચલી સપાટીએ ફુંકાઈ રહેલા ઠંડા ઉત્તર પૂર્વીય પવનોના લીધે તાપમાનમાં ફેરફારની સ્થિતિ રહેલી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૮ .ડિગ્રીની સાથે સાતે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતના અમદાવાદ સિવાયના ભાગોમાં વહેલી પરોઢે તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસની સ્થિતિ પણ સર્જાયેલી છે. આવી સ્થિતિમાં અકસ્માત થવાનો ખતરો પણ દેખાઈ રહ્યો છે. હાલમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં લોકો સવારમાં અને રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. સામાન્ય લોકો હવે ગરમ જ્યારે જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાના કારણે પ્રવાસી ઉમટી પડ્યા છે. ગુજરાતના નલિયા સહિતના ઠંડી માટે જાણિતા રહેલા વિસ્તારોમાં તાપમાન ઘટવાના સંકેત દેખાઈ રહ્યા છે.

You might also like