જર્મનીમાં ટ્રક વડે 12 લોકોને કચડનાર આતંકવાદી મુળ પાકિસ્તાની

બર્લિન : બર્લિનનાં વિલહમ મેમોરિયલ ચર્ચની પાસે ભીડભાડવાળા વિસ્તાર ક્રિસમસ બજારમાં એખ વ્યક્તિએ ટ્રકથી પેરિસ જેવો હૂમલો કર્યો હતો. ટ્રક કેટલાક લોકો પર ચડાવી દીધી હતી. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 48 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલ ટ્રક ચાલકની ઓળખ પાકિસ્તાનનાં નાવેદ સ્વરૂપે થઇ છે. તેની ઉંમર 23 વર્ષની છે. જર્મનીનાં ગુપ્તચર વિભાગનું કહેવું છે કે આ આતંકવાદી હૂમલો હોઇ શકે છે.

જર્મન ન્યૂઝ પેપર બિલ્ડના અનુસાર નાવેદ એક વર્ષ પહલા પાકિસ્તાનથી જર્મની આવ્યો હતો. તે ટ્રકમાં કેસર વિલ્હેમ મેમોરિયલ ચર્ચ માટે લાકડા અને સોસ લઇને જઇ રહ્યો હતો. ગૃહમંત્રી થોમસ ડે માઇજિએરે આ આને આતંકવાદી હૂમલો ગણાવ્યો હતો. લોકલ બ્રોડકાસ્ટર આરબીબીના સુત્રોએ હવાલાથી જણાવ્યુ કે ધરપકડ કરાયેલ ડ્રાઇવર નાવેદ ઓસ્ટ્રેલિયન બોર્ડરથી જર્મનીમાં ઘુસ્યો હતો.

નાવેદનો જન્મ 1 જાન્યુઆરી 1993માં પાકિસ્તાનમાં થયો હતો. તે 21 ડિસેમ્બર, 2015એ પાકિસ્તાનથી જર્મની આવ્યો હતો. પોલીસને પહેલાથી જ નાની મોટી ઘટનાઓનાં મુદ્દે નાવેદને શોધી રહી હતી. તે અગાઉ પણ ગુનાહીત ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો.

You might also like