રાયબરેલીનાં NTPC પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 15નાં મોત, 100 ઘાયલ

યૂપીઃ રાયબરેલી જિલ્લામાં સ્થિત NTPC પ્લાન્ટનું બોઇલર ફાટવાંથી ઘણી મોટી દુર્ઘટના સર્જાઇ ગઇ છે. 6 નંબર યૂનિટમાં બોઇલર ફાટવાંથી થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 15 લોકોની લાશો નિકાળવામાં આવી છે પરંતુ મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ દુર્ઘટનામાં અંદાજે 100 લોકો ઘાયલ થયાં છે અને એક ડઝન લોકોની હાલત ગંભીર છે. યૂપીની એડીજી (કાનૂની વ્યવસ્થા) એ જણાવ્યું કે હજી સુધી 15 લાશો નિકાળવામાં આવી છે.

યૂપીનાં સીએમ યોગી આદિત્યનાથે મૃતકોનાં પ્રતિ શોક સંવેદના જાહેર કરતા એમનાં પરિવારજનોને રૂ.2 લાખનું વળતર આપવાનું એલાન કર્યું છે. ગંભીર રૂપમાં ઘાયલોને રૂ.50 હજારનું વળતર આપવામાં આવશે. દરેક ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર પોતાના ખર્ચમાંથી ઉઠાવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ યૂપીનાં સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ સાથે વાત કરી છે અને એમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવને પણ નિર્દેશ કરેલ છે કે તેઓ દરેક સંભવિત સહાય કરે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતક પરિવારો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

You might also like