દેશનાં ૬૦ શહેરોમાં રોજ ઉદ્ભવે છે ૩૫૦૦ ટન પ્લા‌સ્ટિકનો કચરો

નવી દિલ્હી: દિલ્હી સહિત દેશનાં ૬૦ મોટાં શહેરોમાં રોજ ૩૫૦૦ ટન પ્લા‌િસ્ટકનો કચરો ઉદ્ભવી રહ્યો છે. પર્યાવરણ મંત્રાલયની સમીક્ષામાં અા તથ્ય ઊભરીને સામે અાવ્યું છે. કેટલાંયે રાજ્યમાં પ્લા‌સ્ટિક કચરાના નિકાલ માટે નક્કર પગલાં ભરવામાં અાવ્યાં નથી. મંત્રાલયે તમામ રાજ્યને અા બાબત અંગે નક્કર પગલાં ભરવાના અાદેશ અાપ્યા હતા. અા યોજના પર ખૂબ જ સુસ્ત રીતે કામ કરવાની વાત સામે અાવી છે.

મંત્રાલયે પ્લા‌સ્ટિક કચરાના નિકાલ માટે અત્યાર સુધી કરાયેલા ઉપાયો પર રાજ્ય પાસે રિપોર્ટ માગ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્યપ્રધાન પ્રકાશ જાવડેકરે રાજ્યના પર્યાવરણ પ્રધાનોને પત્ર લખીને કચરાના નિકાલના વૈજ્ઞાનિક મેનેજમેન્ટ પર ભાર અાપ્યો છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્લા‌સ્ટિક કચરાના કારણે થતા નુકસાન પર અભ્યાસ કર્યો છે. અા અભ્યાસ અનુસાર લખનૌમાં પ્લા‌સ્ટિક કચરાની ડમ્પ સાઈટની પાસે અને કચરાના નિકાલના ક્રમમાં ભૂમિ અને પાણીની ગુણવત્તા પ્રભાવિત થઈ રહી છે. દિલ્હી સહિત અન્ય રાજ્યમાં પણ અા જ સ્થિતિ છે.

પર્યાવરણ મંત્રાલયે પ્લા‌સ્ટિક કચરાના વૈજ્ઞાનિક મેનેજમેન્ટ માટે નિષ્ણાતોની એક સમિતિ બનાવી છે. રાજ્યને અા સમિતિની ભલામણો મોકલવામાં અાવશે. અા પહેલાં રાજ્યને કચરાના નિકાલ માટે રોડમેપ બનાવવાનું કહેવામાં અાવ્યું છે. અભ્યાસ અનુસાર પ્લા‌સ્ટિકના કચરાના કારણે શહેરોમાં કેટલાયે નાણાં પણ બંધ થઈ ગયાં છે. તેનાથી ગંદકી અને બીમારીઅોનો ખતરો પણ વધી ગયો છે. પ્લા‌સ્ટિકનો કચરો પ્રાણી-પશુઅો માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

You might also like