1131 ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેર થશે પરિણામો, 214 ગ્રામ પંચાયતો થઇ હતી સમરસ

ગ્રામપંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. આ સાથે જ સરપંચપદ અને સભ્યપદ માટેના ઉમેદાવારોનું ભાવિ ખૂલશે. રાજ્યની 1131 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 4 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું જેમાં 5928 ઉમેદવારોએ સરપંચ પદ માટે અને 22,036 ઉમેદવારોએ સભ્યપદ માટે ઉમેદવારી નોધાવી હતી.

મહત્વનુ છે કે, 1425 પૈકી 214 ગ્રામપંચાયતો સમરસ થઈ છે ત્યારે ચૂંટણી લડેલા ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેંસલો થશે. રાજ્યભરની ગ્રામ પંચાયતો માટે  ચૂંટણી યોજાઈ હતી જેમાં પોરબંદર જિલ્લામાં 9 ગ્રામપંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે વલસાડમાં 10 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી.

સૌરાષ્ટ્રના અમરેલીમાં 32 ગ્રામપંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત પાટણમાં 17 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.જેને લઈને મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યુ હતું.

You might also like