માલામાલ વિકલી: સુરતના યુવાનને PM મોદીની ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં લાગ્યું ઇનામ

સુરતઃ કેશલેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારે જાહેર કરેલી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં સુરતી યુવાનને જાણે લોટરી લાગી છે. આ યુવાન સુરતની એક ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે. તેણે કાર્ડથી પેમેન્ટ કરી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ઈનામ મેળવ્યું છે. જે સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ કહીં શકાય છે. ઈનામ મેળવતા યુવાનના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

તેણે 195ના પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું અને લાગી લોટરી હતી. ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી હતી. ૧૦૦ દિવસ ચાલનારી આ યોજનામાં સરકાર રોજ ઇનામ જાહેર કરવામાં આવે છે. આ ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ૫૦ રૂપિયાથી લઇને ૩૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેકશન સામેલ છે. દરરોજ, અઠવાડિયે અને મેગા એવોર્ડ આપવામાં આવે છે. દરમિયાન આ સ્કીમ જાહેર કર્યા બાદ સુરતના એક યુવાને 195 રૂપિયાના પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું હતું. જેમાં યુવાનને લોટરી લાગી હોય તેમ 10 હજાર રૂપિયાનું ઈનામ મળ્યું હતું.

ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં ઈનામ મેળવનાર લક્ષ્મણ કનુભાઇ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, તેઓ કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેવાસી અને અમરેલી સાવરકુંડલાના પિઠવડી ગામના વતની છે તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત એમ.જી. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વહીવટી કામકાજ સાથે જોડાયેલા છે. હાલ તેઓ નોકરીની સાથે સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ પણ કરી રહ્યા છે. ઇનામ મળ્યા પછી સતત તેઓ કાર્ડથી પેટ્રોલ ભરાવતા રહ્યા છે.

You might also like