OMG: 110 વર્ષ જૂના વૃક્ષને લાઈબ્રેરીમાં ફેરવ્યું

(એજન્સી) વોશિંગ્ટન, શનિવાર
અમેરિકામાં ઈડાહોમાં રહેનારી એક મહિલા શાર્લી આર્મીટેજ હોવાર્ડે ઘરની બહાર આવેલા ૧૧૦ વર્ષ જૂના કોટન વૂડના ઝાડને લાઈબ્રેરીમાં બદલી દીધું છે. આ કામમાં તેને થોડા મહિના લાગ્યા હતા. હાવર્ડ પોતાની આ અનોખી લાઈબ્રેરીથી લોકોને ફ્રીમાં પુસ્તકો આપી રહી છે. શાર્લીએ લાઈબ્રેરીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ફોટો એક લાખ વખત શેર કરાયો અને તેની પર ૧૩,૦૦૦ કોમેન્ટ આવી છે.
ઝાડ શાર્લીના ઘરની બહાર લાગેલું છે તે એટલું મૃતપ્રાય થઈ ચૂક્યું હતું કે ૧૦ વર્ષથી તેની ડાળીઓ ઘરના બગીચામાં પડતી હતી. એકવાર આ ઝાડ સાથે તેના દીકરાની કારનો એક્સિડન્ટ થયો તેમાં થોડો ખર્ચ આવ્યો તે વખતે તેને મનમાં ઝાડમાંથી કઈ અલગ જ કરવાનું નક્કી કર્યું.
શાર્લીએ સ્થાનિક લાઈબ્રેરીમાં કામ કરે છે તેને પુસ્તકોનો શોખ છે. ઘરની બહાર લાગેલા ઝાડ સાથે લગાવશે તેને ઝાડને નવી જિંદગી આપવા અંગે વિચાર્યું હતું.
ઝાડ માટે શું કરવું જોઈએ શું નહીં તેને લઈને શાર્લીના મનમાં કોઈ વિચાર ન હતો. આ માટે તેણે પડોશીઓથી લઈને ઈન્ટરનેટ પર લોકોને સાલહ આપવા કહ્યું હતું. વાતચીત દરમિયાન તેને ઝાડમાં લાઈબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો. તેને ખાસ રીતે ઝાડને કપાવ્યું કે જેથી તેમાં પુસ્તકો રાખી શકાય. સેલ્ફને બંધ કરવા માટે તેને એક સુંદર દરવાજો પણ લગાવ્યો હતો. ઉપર છત લગાવી. લાઈબ્રેરીની અંદર લાઈટિંગની વ્યવસ્થા કરી. સુંદરતા વધારવા માટે વૃક્ષ પર લાલ ટેન પણ લગાવી હતી.
શાર્લીએ પોતાની લાઈબ્રેરીનો ફોટો ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો તેને એક લાખથી વધુ વાર શેર કરાયો. ૧૩,૦૦૦થી વધુ લોકોની કોમેન્ટસ આવી. લોકો હજુ પણ તેને આ પ્રકારની લાઈબ્રેરી બનાવવાની રીત પૂછી રહ્યા છે.

You might also like