અગિયાર વર્ષની છોકરીએ માતાની ડિલિવરી કરાવી

ઈંગ્લેન્ડના સ્ટેફર્ડશર કાઉન્ટીના ટેમવર્થ ટાઉનમાં કેટલિન બુર્ક નામની ૧૧ વર્ષની છોકરીએ તેની મમ્મી તારાની ડિલિવરીમાં મદદ કરી હતી. સવારે પાંચ વાગ્યાના સુમારે તારાને અચાનક લેબર પેઈન ઉપડ્યું હતું. માની ગંભીર હાલત જોઈને કેટલિને તરત એમ્બ્યુલન્સ બોલાવવા ફોન કર્યો. હોસ્પિટલના સ્ટાફે તેઓ ત્યાં પહોંચે ત્યાં સુધી શું કરવું એનું માર્ગદર્શન ફોન પર અાપ્યું.

ખાસ્સો વખત ચાલેલા લેબર-પેઈનમાં કેટલિન તેની મમ્મી સાથે અડીખમ ઉભી રહી હતી. બાળકનું માથું જ્યારે બહાર દેખાવા લાગ્યું ત્યારે તારાએ પણ હિંમત રાખીને કામપ્રસવ થવા દીધો અને દીકરીએ ગર્ભનાળ કાપવામાં પણ મદદ કરી હતી. ૧૧ વર્ષની છોકરીએ તેની બહેનને જન્મતાં જોઈ.

You might also like