મદરેસામાં સાંકળથી બંધાયેલા સગીર છોકરાની તસવીર વાઈરલ થતાં હોબાળો

જમ્મુ: જમ્મુના એક મદરેસામાં લોખંડની સાંકળથી બાળકને બાંધી રાખવાનું તેનાં માતા-િપતાને ભારે પડ્યું છે. ભઠીંડી પોલીસે બાળક સાથે ક્રૂરતાના અારોપસર માતા-િપતા વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. બાળકને સાંકળથી એટલા માટે બાંધી દેવાયો હતો, કેમ કે તે મદરેસામાંથી ભાગી ન શકે.

માતા-િપતા તેને મદરેસામાં અભ્યાસ કરવા રાખવા ઇચ્છતાં હતાં, જ્યારે તે બાળક મદરેસામાં ન જવાની જીદ પર અડગ હતો. અા બાળકને પાઠ ભણાવવા માટે માતા-િપતાઅે તેને લોખંડની સાંકળથી બાંધી દીધો. મદરેસાના મૌલવી અબ્દુલ ગફુરે સ્વીકાર્યું છે કે તેમણે બાળક સાથે અમાનવીય કૃત્ય કર્યું.

ગફુરે જણાવ્યું કે અા બાળક પહેલાં બે વખત મદરેસામાંથી ભાગી છૂટ્યો છે તેથી જ્યારે તેની માતા તેને મદરેસામાં પકડીને લાવી તો અમે તેને પાછો રાખવા તૈયાર ન હતા. તેની માતા પોતાની સાથે એક સાંકળ લાવી હતી, તેણે પોતાના પુત્રના પગમાં તે સાંકળ બાંધી દીધી અને તેની ચાવી અમને અાપી.

બાળકના પિતાઅે જણાવ્યું કે તેમણે કાસીમનગરની અેક સરકારી સ્કૂલમાં પોતાના બાળકનું એડ‌િમશન કરાવ્યું હતું, પરંતુ તેણે ક્લાસમાં હાજરી ન અાપી. છ મહિના પહેલાં તેને મદરેસામાં ભરતી કરાયો, જેથી તેના પર અભ્યાસનું દબાણ કરી શકાય.  મદરેસામાં સાંકળથી બંધાયેલા એક બાળકની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ. એક વરિષ્ઠ પોલીસ અધિકારીઅે જણાવ્યું કે સાંકળથી બંધાયેલા છોકરાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ અાખો કેસ અમારા ધ્યાનમાં અાવ્યો છે.

You might also like