રચના સ્કૂલમાંથી 11 વિદ્યાર્થીઓની હકાલપટ્ટી

અમદાવાદઃ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રચના સ્કૂલમાંથી 11 વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો દ્વારા કાઢી મૂકવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશ(RTE) અંતર્ગત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ સ્કૂલે કાયદાને અવગણીને RTE હેઠળ પ્રવેશ મેળવેલા 11 વિદ્યાર્થીઓને એક વર્ષ બાદ શાળાની બહાર કાઢી મૂક્યા છે. RTE એક્ટ હેઠળ જે બાળકો ગરીબ હોય તેમને કોઇ પણ શાળામાં 25 ટકા સીટ પર એડમીશન આપવાની જોગવાઇ છે, અને તેના માટે ગરીબ વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે અરજી કરવાની હોય છે. ત્યાર બાદ તમામ ચકાસણી કરીને ડીઇઓ દ્વારા જે તે બાળકોને જે તે શાળામાં પ્રવેશ ફાળવવામાં આવતો હોય છે.

આ જ રીતે અમદાવાદની ડીઇઓ ઓફીસ દ્વારા ગત વર્ષે અગીયાર બાળકોને શાહીબાગ વિસ્તારમાં આવેલી રચના સ્કૂલમાં ધોરણ 1માં  એડમીશન ફાળવવામાં આવ્યુ હતુ. પરંતુ શરુઆતમાં સ્કૂલ દ્વારા તેમને સીબીએસસીની અંગ્રેજી માધ્યમ  સ્કૂલ  હોવાનુ કહી એડમિશન રદ કરવા સમજાવાયા હતા. અંતે આ વિદ્યાર્થીઓને સિનીયર કેજીમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ વાલીઓને વર્ષ દરમ્યાન અલગ અલગ ડોક્યુમેન્ટ્સ માંગી શાળા દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. અંતે એક વર્ષ ભણાવ્યા બાદ આ 11 વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીઓને શાળામાંથી પ્રવેશ રદ કરવાનું કારણ સ્કૂલ સત્તાધીશોએ એવું જણાવ્યું છે કે તેઓ બીપીએલ કેટેગરીમાં નથી આવતા. વિદ્યાર્થીના ઘરનું બીલ એક હજાર ઉપર આવતા શાળાના સંચાલકોએ એવું જણાવીને એડમીશન રદ કર્યા છે કે તે બાળકો બીપીલ કેટેગરીમાં નથી આવતા.

You might also like