કાશ્મીર હિમપ્રપાતમાં 11 જવાન શહિદ, PMએ વ્યક્ત કર્યો શોક

જમ્મુઃ પ્રજાસત્તાક દિવસની આગામી સાંજે હિમપ્રપાતમાં દબાઈ જવાને કારણે 11 જવાન શહિદ થયા છે. જ્યારે અનેક હજી પણ ગુમ છે. ત્યારે PM મોદીએ જવાનોની વીરગતિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, કાશ્મીરમાં હિમપ્રપાતને કારણે ભારતીય જવાનોના મોતની ઘટના દુઃખદ છે. આ સાથે તપાસ અને બચાવ અભિયાનને ઝડપી બનાવવાનો તંત્રને નિર્દેશ કર્યો છે. ભારતીય સેનાના તરફથી મળતી માહિતી મુજબ બુધવારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલ સૈન્ય કેમ હિમપ્રપાતની ઝપટમાં આવી ગયો હતો. જેમાં 11 સૈનિક વીરગતિને વર્યા છે. જ્યારે અન્ય સાતને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર પણ હતા.

જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં હિમપ્રપાત થવાથી 51 રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પને અસર પહોંચી હતી. જેના કારણે બે સૈનિકો લાપતા થયા છે. જેમને શોધવાને કામગીરી ચાલી લઇ રહી છે. ગાંદરબલ જિલ્લાના સોનાગઢ વિસ્તારમાં બુધવારે સૈન્યનો કેમ્પ હિમપ્રપાતની લપેટમાં આવી ગયો. એક મેજર સહિત આઠ જવાન ઝપટમાં આવી ગયા હતા. જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે  મેજર શહીદ થઇ ગયા છે. સેનાની 115 ટીએની બટાલિયન સોનામઢ વિસ્તારમાં નિયુક્ત છે. જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.

http://sambhaavnews.com/

You might also like