રાષ્ટ્રપતિની સુરક્ષામાં ગોટાળો ઇન્સપેક્ટર સહિત 11 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

નવી દિલ્હી : હાલમાં જ ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં કાફલાની સુરક્ષામાં મોટી ચુકનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુદ્દે એસએસપીએ દોષીત ઇન્સપેક્ટર સહિત 11 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. એક એપ્રીલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં કાફલામાં એરપોર્ટથી રાજભવન જવા દરમિયાન હિબહીડ પુલ પાસે 2 બાઇક સવારોને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યા સુધી બાઇક સવાર કિશોરગંજની ગલીઓમાં ઘુસીને ભાગી છુટ્યા હતા.

આ ઘટના બાદ પોલીસે બાઇક સવારને છોડી અન્ય બે યુવકોની ધરપકડ કરીને પુછપરછ ચાલુ કરી હતી. દેશનાં પ્રથમ નાગરિકની સુરક્ષામાં આટલી મોટી ચુકના કારણે સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો હતો. આ મુદ્દે એસએશપી ટ્રાફીકે તપાસનાં આદેશ આપ્યા હતા. જેમાં પોલીસ નિરીક્ષક દાઉદ તિર્કી દોષીત હોવાનું સાબિત થયુંહ તું.

તપાસ અહેવાલ આવ્યા બાદ એસએસપીએ ત્વરીત કાર્યવાહી કરતા ઇન્સપેક્ટર દાઉદ તિર્કીને તુરંત પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે સાથે અન્ય 10 પોલીસ કર્મચારીઓને પણ હાંકી કાઢ્યા હતા.

You might also like